Tuesday, September 17, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં અપ મૃત્યુના અલગ અલગ ત્રણ કિસ્સાઓ સામે આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ કિસ્સામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસથક વિસ્તારમાં આવેલ ઝુલતાપુલ નજીક આવેલ મયુર ડ્રાઇવર રોડ પર રહેતા પ્રકાશભાઈ માલાભાઈ વાઢેર ઉંમર વર્ષ ૨૨ વાળા ઝુલતાપપુર રોડ ઉપર પોતાના કામના સ્થળે કામ કરતા હોય ત્યારે કોઈ કારણસર તેમને ઇલેક્ટ્રીક શોખ લાગતા તેમને આયુષ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફરજ પર હાજર ડોક્ટર દર્શન પરમાર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ત્યારે બીજી તરફ મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવતા હળવદ રોડ પાસે આવેલ માંડલ ગામ નજીક મહેન્દ્રભાઈ રમેશભાઈ ભોરણીયા ઉંમર વર્ષ ૪૫ રહે મધુસુદન હાઈટ્સ રવાપર રોડ વાળા એ કોઈ કારણસર ઊંચી માંડલ ગામ પાસે ઝેરી દવા પી જતા તેમનું મોતની પછી હતું ત્યારે આ અંગે તાલુકા પોલીસ દ્વારા મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય કિસ્સામાં મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવતા પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા અર્જુન એન્ટરપ્રાઇઝ કોલસાના ડેલા ની બહાર સુનિલભાઈ કમલાપ્રસાદ દુબે ઉંમર વર્ષ ૪૫ રહે ઉત્તર પ્રદેશ વાળા ડેલાની બહાર રોડ ઉપર ટ્રકમાં તાલપત્રી કાઢવા ટ્રક ઉપર ચડેલ હોય ત્યારે નીચે પડી જતા ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં મૃત્યુનોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!