મોરબીમાં ગઈકાલે ત્રણ અકાળે મોતના બનાવો નોંધાયા હતા. જેમાં ટંકારામાં એક યુવક પર વીજળી પડતા તો મોરબીના માણેકવાડા ગામે ઇલેકટ્રીક ટી.સી ના થાંભલે કામ કરતી વેળાએ એકનું શોક લાગતા મોત નીપજ્યું છે. જયારે મોરબીના વનાણીયા ગામના યુવકનું અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં, ટંકારા તાલુકાના સખપર ગામે સવારે વરસાદી ઝાપટાં શરૂ થતા હસમુખભાઈ કોરીંગાના ખેતરે મજુરી કામ કરતો દાહોદનો બિપુલભાઇ સબિયાભાઇ હઠિલા એમનો યુવક ભિજાવાથી બચવા પિપળના ઝાડ નીચે મજુર ઉભો હતો. ત્યારે ઝાડ પર વીજળી પડતા મજુર ગંભીર રીતે ઘવાયો હતો. જેના કારણે તેને સારવાર અર્થે તાત્કાલિક પડધરી ખસેડાયો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેને તપાસી મુત જાહેર કરી ટંકારા પોલીસ મથકમાં અકાળે મોતની નોંધ કરાવી છે.
બીજા બનાવમાં, મોરબીના માણેકવાડા ગામનો યુવક રમજાનભાઇ તૈયબભાઇ સુમરા ગત તા-૨૦/૦૫/૨૦૨૩ ના માણેકવાડા ગામ સરકારી સ્કુલ પાસે આવેલ ઇલેકટ્રીક ટી.સી ના થાંભલે ઇલેક્ટ્રીક કામ કરતો હોય દરમ્યાન ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા નીચે પડી જતા માથામા ગંભીર ઇજા થતા પ્રથમ સારવાર આયુષ હોસ્પિટલ મોરબી બાદ વધુ સારવાર સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે લઇ જતા જે ચાલુ સારવાર દરમ્યાન તેનું ગત તા-૦૪/૦૬/૨૦૨૩ના રોજ મોટ નિપજતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ત્રીજા બનાવમાં, મોરબીના વનાણીયા ગામનો યુવક રશીકભાઈ મનસુખભાઈ કુનશિયાના મૃતદેહને ગઈકાલે ૧૦૮ મા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હોય જેને તપાસી ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી અને મોતનુ કારણ જાણ્વા મળેલ ન હોય ફરજ પરના ડોક્ટરે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.