Monday, May 6, 2024
HomeGujaratમોરબીના પીલુડી (વાઘપર) ગામે બાઈક પર દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

મોરબીના પીલુડી (વાઘપર) ગામે બાઈક પર દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે પીલુડી (વાઘપર) ગામના પાદરમાંથી એક શખ્સને મોટરસાઇકલમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડી વિદેશી દારૂની બોટલોનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના પીલુડી (વાઘપર) ગામના પાદરમાંથી એક શખ્સ વિદેશી દારૂનો જથ્થો લઈ નીકળનાર છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી આરોપી પોતાનું હીરો હોન્ડા કંપનીનુ સ્પેલન્ડર પ્રો મોટર સાયકલ જેના આગળ-પાછળ નંબર પ્લેટ નથી જેની કિંમત રૂ.૩૦,૦૦૦/- છે. તેમાં ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કીની ૨૩ બોટલના રૂ.૮૬૨૫/- સાથે મળી આવતા પોલીસે મોટરસાઇકલ સહીત કુલ રૂ.૩૮,૬૨૫/-નો મુદામાલ કબ્જે કરી તખુભા પથુભા ઝાલા (રહે. પીલુડી (વાઘપર) તા-જી મોરબી) નામના શખ્સની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!