Friday, April 19, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં આત્મહત્યાના ત્રણ બનાવ નોંધાયા: કન્ટેનર પરથી પડી જતાં યુવાનનું મોત

મોરબી જિલ્લામાં આત્મહત્યાના ત્રણ બનાવ નોંધાયા: કન્ટેનર પરથી પડી જતાં યુવાનનું મોત

મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમા આત્મહત્યાના ત્રણ બનાવ નોંધાયા છે અને કન્ટેનર પરથી પડી જતાં ઇજા પામેલ યુવાનનું મોત નીપજવાનો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં આત્મહત્યાના એક બનાવની મળતી માહિતી મુજબ ટંકારાના ધ્રુવનગર ગામે ૫૬ વર્ષીય હરિભાઈ ભીમજીભાઈ બેરા મૂળ જૂનાગઢના વતની અને હાલ જે મોરબીના રવાપર રોડ લવ હિલ્સ એપાર્ટમેન્ટ ના બ્લોક નં – ૫૦૩માં રહેતા હોઈ જેમને ગત ૨૯-૦૯-૨૦૨૨ ના રોજ ટંકારાના ધ્રુવનગર ગામની સીમમાં કોઈ કારણોસર ઝેરી દવા પી પોતાનું જીવન ટુંકાવ્યું હોઈ ત્યારે ટંકારા પોલીસે આ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર રોડ કંડેશ્વર હનુમાનજીના મંદિર નજીક મૂળ છોટાઉદેપુર જિલ્લાના ગરબાડા ના વતની અને હાલ હળવદમાં કંડેશ્વર હનુમાનજીના મંદિર નજીક છાપરામાં રહી મજૂરી કરતા મંજુબેન મનોજભાઈ રાઠવા એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારે આ અંગે હળવદ પોલીસ મથકમાં મૃત્યુ નોંધ કરવામાં આવી છે.

જ્યારે ત્રીજા બનાવમાં મુળ છોટાઉદેપુર જિલ્લાના ગડોથ ગામના રહેવાસી ઉર્મીલાબેન કરણભાઈ નાયક (એ.વ.૧૮) હાલ રહે હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામની સીમમાં ધર્મેન્દ્રભાઈ વશરામભાઇ કડીવાલની વાડી વાળાએ ગત તા.૨૯-૦૯-૨૦૨૨ ના રોજ વહેલી સવારના પાંચેક વાગ્યાના સુમારે પોતાના પતિ સાથે ચા બનાવવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનુ માઠુ લાગી જતા પરીણાતાએ પોતાની જાતે જંતુનાશક ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

જ્યારે અકસ્માતે મોતના બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર ના સરતાનપર રોડ ઉપર આવેલ ગ્રેસ્ટોન સિરામિક ફેક્ટરીમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવક રાજીવરંજન કુમાર નાગેશ્વરસિંહ (ઉંમર વર્ષ ૩૦ રહે ગ્રેસ્ટોન સીરામીક ફેકટરી, સરતાનપર રોડ) વાળો તારીખ ૨૯ ના રોજ કોઈ કારણોસર સિરામિક ફેક્ટરીમાં પડેલ બંધ કન્ટેનર પરથી નીચે પડી ગયો હોય ત્યારે તેમને માથામાં ગંભીર જાઓ પહોંચી હતી જેને પગલે તેનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે મૃત્યુની નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!