Thursday, May 2, 2024
HomeGujaratમોરબીના લીલાપર ગામે પકડાયેલ ૪૦ લાખના દારૂ પ્રકરણમાં સંડોવાયેલ ઇસમના ઘરે દરોડા:વધુ...

મોરબીના લીલાપર ગામે પકડાયેલ ૪૦ લાખના દારૂ પ્રકરણમાં સંડોવાયેલ ઇસમના ઘરે દરોડા:વધુ આઠ બોટલ દારુ મળી આવ્યો

મોરબી ના લીલાપર ગામે એલસીબી દ્વારા દરોડા પાડીને ૪૦ લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં નામ ખૂલેલ અને ફરાર આરોપી ના નાની બજાર સ્થિત વિશ્વકર્મા મંદિરની બાજુમાં આરોપીના રહેણાંક મકાનમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબી નાની બજાર વિશ્વકર્મા મંદિરની બાજુમાં રહેતા યોગીરાજસિંહ ખોડુભા વાઘેલા (ઉ.વ.૩૨) અને દિપકસિંહ ખોડુભા વાઘેલા પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૮ કિં.રૂ.૨૨,૨૦૦ ના મુદામાલ સાથે આરોપી યોગીરાજ સિંહ ખોડુભાને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયા હતા. જ્યારે લિલાપર ગામે ઝડપાયેલ ૪૦ લાખનો દારૂ પ્રકરણ માં સંડોવાયેલ દિપકસિંહ નામનો ઈસમ નાશી છુટતા પોલીસે તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!