Monday, January 30, 2023
HomeGujaratમોરબી નજીક સિરામિક એકમનાં લેબર કવાર્ટરમાં આગ લાગતા ત્રણ બાળકો દાઝયા

મોરબી નજીક સિરામિક એકમનાં લેબર કવાર્ટરમાં આગ લાગતા ત્રણ બાળકો દાઝયા

મોરબી નજીક આવેલ સિરામિક એકમના લેબર ક્વાર્ટરમાં રસોઈ બનાવતી વેળાએ આગ લાગતા શ્રમિક પરિવારના ત્રણ બાળકો દાઝી જતા પ્રાથમિક સારવાર વાંકાનેર ખાતે આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર બંધુનગર નજીક આવેલ ફોરમ ટાઈલ્સ ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રસોઈ બનાવતી વેળાએ આગ લાગી હોય જે આગમાં કરુણ મોહન પંડિત (ઉ.વ.૦૭), શકુંતલા બામોદર પંડિત (ઉ.વ.૧૫) અને અનુની બામોદર પંડિત (ઉ.વ.૦૫) એમ ત્રણ બાળકો ગંભીર રીતે દાઝી જતા વાંકાનેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!