મોરબી જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકે છેલા ચોવીસ કલાકમાં અપમૃત્યુના ત્રણ બનવો સામે આવ્યા છે જેમાં યુવાન, આધેડ અને પરિણીતાંનું મોત થયું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા ઘનશ્યામભાઇ પરસોતમભાઇ મેણીયા નામના ૫૮ વર્ષીય આધેડ છેલ્લા ત્રણેક માસથી ફેફસાનુ કેન્સરથી પીડાતા હતા.જેને લઈને ફેફસાના કેન્સરની રાજકોટ શાશ્વત હોસ્પીટલ ખાતે સારવાર ચાલુ હતું. કેન્સરની બિમારીના કારણે ખુબ જ દુખાવો અને પીડા થતી હોય જે પીડા સહન ન થતા
પોતે પોતાના ઘરે છરી વડે પોતાના પેટના ભાગે ઇજા કરતા પ્રથમ મોરબી કિષ્ના હોસ્પીટલ ખાતે ખસેયા અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સીવીલ ખાતે સારવારમા દાખલ કરેલ અને ત્યા ચાલુ સારવાર દરમ્યાન ગત તા-૦૪/૦૩/૨૦૨૨ ના રોજ સવારે તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના જાહેર કર્યું હતું
અપમૃત્યના અંગે મોરબી તાલુકા પોલિસ મથકમાં નોંધાયેલ વિગત અનુસાર મોરબી તાલુકાના આજવીટો સીરામિક નવાગામ રોડ લીલાપર મુલેશભાઈ મુકામસીંગ કાનેસ નામના ૨૮ વર્ષીય યુવાન ગત તા. ૦૩/૦૩/૨૦૨૨ ના બપોરની વેળાએ કારખાનામા કામ કરતી વખતે અકસ્માતે પડી જતા ગંભીર ઇજા થઇ હતી. જેની સારવાર અર્થે પ્રથમ મોરબી નક્ષત્ર હોસ્પીટલમા ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન ફરજ તબીબે તેને મૃત જાહેર કરતા પોલીસે અપમૃત્યુનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુમા મોરબી સીટી એ.ડિવીઝન પોલીસમાં જાહેર થયેલ વિગત અનુસાર મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ ચિત્રકુટ સોસાયટીમાં મંગળમુર્તી એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીબેન જયસુખભાઇ કુકરવાડીયા (ઉ.વ. ૩૮) કોઇ પણ કારણસર પોતાના ઘરે બાથરૂમમાં સળગી જતાં ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મોત થતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી હતી.