Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેર માર્કેટયાર્ડમાં જીરા, ધાણા,, ચણાંની મોટાપાયે આવક: પૂરતા ભાવથી ખેડૂતો સંતુષ્ટ

વાંકાનેર માર્કેટયાર્ડમાં જીરા, ધાણા,, ચણાંની મોટાપાયે આવક: પૂરતા ભાવથી ખેડૂતો સંતુષ્ટ

શિયાળુ પાકની લણનીને પગલે હાલ વાંકાનેર માર્કેટયાર્ડમાં ખેત જણસીથીની ઉતરાઇ રહ્યું છે. હાલ જીરા, ધાણા, રાય, ચણા, મેથીની સીઝન ચાલુ હોવાથી મોટા પાયે આવક થઈ રહી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ચાલુ વર્ષે મોરબી પંથકમાં જીરા, ધાણા, રાય, ચણા, મેથીનું મોટાપાયે વાવેતર અને ઉત્પાદન થયુ હોવાથી વાંકાનેર માર્કેટયાર્ડમાં મબલખ આવક શરુ થયેલ છે. બીજી તરફ ખેડૂતોને જણસીના સારા ભાવ મળી રહયા હોવાથી ખેડૂતોના પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત ખેડૂતનો માલ પેન્ડીંગ રહેતો ન હોય અને ખેડૂતોને જે તે દિવસે પેમેન્ટની સુવીધા દલાલો દ્વારા પુરી પાડવામાં આવે છે. માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે રાત્રે સુવા માટે ખેડૂત રેસ્ટ હાઉસ પણ આવેલ છે . ગત વર્ષ માર્કેટયાર્ડની આવકમાં વધારો થયેલ છે . ચાલુ વર્ષે પણ જણસીની આવક વધુ થતા માર્કેટયાર્ડની આવકમાં વધારો થશે એવી અપેક્ષા છે. ખેડૂતોએ પોતાની જણસીના ઉંચા ભાવ મળી રહેતા હોવાથી માર્કેટયાર્ડમાં ખેડૂતો માલ વેચવા માટે લાવવા હોવાનું માર્કેટયાર્ડના ચેરેમેન શકીલ પીરઝાદાએ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!