મોરબી જિલ્લામા આપમૃત્યુના વધુ ત્રણ બનાવો પ્રકાસમા આવ્યા છે જેમાં અગમ્ય કારણોસર યુવાને ઝેરી દવા પી આયખું ટૂંકાવ્યું હોવાનું અને અકસ્માતે વીજ શોક લાગતા શ્રમિકનું મોત થયું હોવાનું પોલીસ મથકેથી જાહેર થવા પામ્યું છે.
મોરબીના નવલખી ફાટક નજીક સાઇટ ઉપર કામ કરતા હતા આ દરમિયાન દિનેશભાઇ માનસીંગભાઇ ડામોર નામના 26 વર્ષીય યુવાન અકસ્માતે કોઇ કારણોસર જોરદાર ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો જે અંગે આજુબાજુના લોકોને જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડયા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં યુવાને દમ તોડી દેતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના વધુ એક બનાવમાં મોરબી તાલુકાના લુટાવદર ગામેં મેટ્રો પોલીપેક કારખાનામા ફાગુભાઇ આત્મજપ્રસાદ મલ્લાક નામના 36 વર્ષીય પરપ્રાંતીય યુવાન દોરી બનાવવાનુ બોબીનનુ કેરેટ માથે ઉપાડતા હાથ આ વેળાએ અકસ્માતે કેરેટ માથા પર પડતા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેની જાણ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યા સારવાર કારગત ન નિવડતા તેને હોસ્પિટલ ના બિછાને અંતિમ શ્વાસ ભરી લીધાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું.
આ ઉપરાંત મોરબીના સોખડા ખાતે રહેતા શૈલેશભાઇ ગોરધનભાઇ થરેશા નામના 28 વર્ષીય યુવાને પોતાની વાડીએ કોઇપણ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો જેમાં તેનું મોત નિપજતા મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.