Wednesday, May 8, 2024
HomeGujaratઅણીયારી ટોલનાકા નજીક સર્જાયેલ અકસ્માત મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાઈ

અણીયારી ટોલનાકા નજીક સર્જાયેલ અકસ્માત મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાઈ

માળીયા-હળવદ હાઈવે પર આવેલ અણીયારી ટોલનાકા નજીક પુરપાટ સ્પીડે આવતા ટ્રક ટેન્કરના ચાલકે કાબુ ગુમાવી દેતા ટેન્કર ગટરમાં ખાબકયું હતું. જે મામલે ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા અકસ્માતના બનાવો છાસવારે સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો હતો જેમાં માળીયા-હળવદ હાઈવે માઈકા કારખાના સામે ટ્રક-ટેન્કર નંબર-GJ-12-BX-6227 ના ચાલક ચેનાભાઈ જાવાભાઈ વજીર (રે.રોડાસન તા-સુઈ ગામ જી.બનાસકાઠા)એ બેફામ સ્પીડે ચલાવતા આગળ જતા વાહન ચાલકે બ્રેક મારતા કાબુ ગુમાવી દીધો હતો જેને પગલે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટ્રક-ટેન્કરને રોડની સાઈડમા
ઉતારી ગટરમા પલટી ખાઈ ગયું હતું. જેમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. આ ઘટનાને પગલે ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!