Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે .

- Advertisement -
- Advertisement -

જેમાં વાંકાનેર માં રહેતા રોશનબેન હમીદભાઈ મોવર (ઉ.વ.૨૨ રહે.વિશિપરા ડબલ ચાલી વાંકાનેર) વાળાના લગ્ન થયાને હજુ ચાર માસ થયા હોય જે દરમિયાન ગઈકાલે કોઇ કારણોસર રાત્રીના સમયે પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું છે જે ઉપર મુજબની વિગતો મૃતકના સસરા હબીબભાઈ સુલેમાનભાઈ મોવર દ્વારા વાંકાનેર પોલીસ સમક્ષ જાહેર કરવામાં આવી હતી.

જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના ઘુટુ ગામ પાસે આવેલ હિલશેરા સીરામીકમાં કામ કરતા અને ત્યાર લેબર ક્વાર્ટર માં રહેતા મનોજભાઇ રામચભાઈ શાહ (ઉ.વ.૪૭ )વાળાનું પોતાના કવાર્ટર માં જ હૃદયરોગનો હુમલો આવી જતા મોત નીપજ્યું હતું જે બનાવની નોંધ કરી મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

જ્યારે અપમૃત્યુના ત્રીજા બનાવમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ અનિલ સીરામીકમાં ઉપર ના માળે રામદયાલ શાહની (ગામ.મોરબી) વાળાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું જે બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!