મોરબી જિલ્લામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે સપાટો બોલાવી ત્રણ ભઠ્ઠીઓ ઝડપી એક મહિલા સહિત ચાર શખ્સોને દબોચી લીધા હતા.
માળીયા મિયાણાના નવાગામ થી મેઘપર જવાના રસ્ર્તે આવેલ મચ્છુ નદીના કાઠે ગેબનશાહ પીરની દરગાહ પાછળ બાવળની ઝાળીમા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે રેઇડ પાડી હતી. આ દરમિયાન પોલીસે આરોપી અલ્લારખા અબ્દુલભાઇ જેડા (ઉ.વ.૨૨ રહે.હાલ મોરબી વાવડી રોડ ગોકુળ ફાર્મની પાસે લાભ સોસાયટી) ઝડપી લઈ તેના કબજમાંથી ગરમ આથો લીટર-૫૦ કિ.રૂ.૧૦૦, ઠંડો આથો ૨૦૦ લીટરની ક્ષમતા વાળા બેરેલ નંગ-3 આથો લીટર ૬૦૦ ની કિ.રૂ.૧૨૦૦ તથા દેશી દારૂ લી-૧૦ કિ.રૂ.૨૦૦ અને ભઠ્ઠી ના સાધનો સહિત કિ.રૂ.૧૫૪૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ મા મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના અમરાપર (ના.) ગામની સીમમાં વોંકળામાંથી દેશી દારૂની ભઠ્ઠી પર રેઇડ પાડી હતી. જ્યા આરોપી દિનેશભાઇ આયદાનભાઇ ગરચરને દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠીનો પતરાના બે ટીપણામાં રહેલ 400 લીટર ગરમ આથો તથા 17 કેરબામાં રહેલ ઠંડો આથો લીટર-૧૪૩૦ કિં.રૂ.૨૮૬૦ અને ભઠ્ઠીના સાધનો મળી કૂલ કિં.રૂ.૬૦૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.
આ ઉપરાંત મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઇન્દીરાનગર મંગલમ વિસ્તાર આરોપી ભાવનાબેન ઉર્ફે ભાવલી રાજેશભાઇ સાતોલા અને સુરેશભાઇ રમેશભાઇ ધોળકીયાના રહેણાક મકાનમા રેઇડ પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. પોલીસે દેશી દારૂનો ગરમ આથો આશરે લીટર-૨૦ કિ.રૂ.૪૦ તથા ઠંડો આથો આશરે લીટર ૫૦ કિ.રૂ.૧૦૦ અને દેશી દારૂ લિટર ૨૫ કિ.રૂ ૫૦૦ તથા ભઠ્ઠી ના સાધનો મળી રૂપિયા ૧૯૦૦ ના મુદામાલ સાથે બન્ને આરોપીઓને ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.