Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેરના ભલગામ ખાતે ૧૨મી એપ્રિલે માનવ બૌદ્ધ વિહારમાં પ્રતિમા અનાવરણ - ભીમડાયરાનું...

વાંકાનેરના ભલગામ ખાતે ૧૨મી એપ્રિલે માનવ બૌદ્ધ વિહારમાં પ્રતિમા અનાવરણ – ભીમડાયરાનું ભવ્ય આયોજન કરાયું 

ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણી સંદર્ભે તા. ૧૨-૪-૨૨ના રોજ માનવ બૌદ્ધ વિહાર નુ ભલગામ-ચોટીલા, સમ્યક સીનીયર સિર્ટીઝન ક્લબ આંબાવાડી, અમદાવાદ અને બાજ એન્જીનિયર્સ એસોસિયેશન, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે માનવ બૌદ્ધ વિહાર, ભલગામ, ચોટીલા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ તેમજ જાણીતા ભીમ સાહિત્યકાર ભીમ ભજનીક વિસન કાથડના “એક શામ બાબા ભીમ કે નામ’ ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે પ્રતિમા અનાવરણ કર્તા તરીકે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી- ગુજરાત સરકાર પ્રદિપભાઈ પરમાર – ઉપરાંત વિશેષ આમંત્રિત મહાનુભાવો તરીકે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના રાજય અધ્યક્ષ ડો. પ્રધુમનભાઇ વાજા, મોરબી સંસદીય વિસ્તારના સાંસદ વિનોદ ચાવડા, ઇડરના ધારાસભ્ય હિતુ કનોડીયા ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ અંગે મોરબી, વાંકાનેર, ચોટીલા, અમદાવાદ પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. કાયક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓ માટે ભોજનની વ્યવસ્થા અમદાવાદના બિલ્ડર રમેશભાઈ મકવાણા તરફથી કરવામાં આવી છે.

માનવ બૌદ્ધ વિહારના પ્રમુખ અજીતભાઈ બેવડા અને સમ્યક સીનીયર સિટીઝન ક્લબના ચેરમેન સી.એન. અંબાલીયાના જણાવ્યા અનુસાર અહીંયા સ્વરાજ ગ્રામ વિકાસ એજયુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ (રજી. નં. ઇ- ૧૦૩૩) દ્વારા માનવ બૌદ્ધ વિહાર ખાતે અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ માટે એક આધુનિક શૈક્ષણિક સંસ્થા તૈયાર કરવાની નેમ ધરાવે છે, જેમાં સૌપ્રથમ નિવાસી ભીમ શાળા નિર્માણ કરાશે અને સમયાંતરે લાયબ્રેરી, ધ્યાન હોલ અને અન્ય શૈક્ષણિક સુવિધા ઉભી કરાશે. આ માટે સમાજના શ્રેષ્ઠીઓને અનુદાન આપવા અનુરોધ કરાયો છે. સમારોહની સફળતા માટે સંસ્થાના પ્રમુખ અજીતકુમાર બેડવા, નિવૃત્ત ઇજનેર સી.એન. અંબાલીયા નિવૃત આઈ.આઈ.એસ.અધિકારી વી.એમ.વણોલ સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજકોએ આ કાર્યક્રમમાં ભાગ લેવા સમગ્ર ગુજરાતના બહુજનોને અપીલ કરી છે.આ સમારોહ  તા. ૧૨-૪-૨૦૨૨, મંગળવાર, ના રોજ સાંજે ૫ વાગ્યાથી શરૂ કરવામાં આવસે.

સમારોહ સ્થળ: માનવ બૌધ્ધ વિહાર, રાજકોટ- અમદાવાદ નેશનલ હાઇવે, વાંકાનેર બાઉન્ડ્રીથી અડધા કિલોમીટરના અંતરે, ૬૬ કે.વી. પાવર હાઉસની બાજુમાં, મુ. ભલગામ, તા.વાંકાનેર, જી. મોરબી
અનુદાન માટે બેન્ક વિગત : Swaraj Gram Vikas Education & Charitable Trust, Bhalgam

State Bank of India, Mesariya

A/c. No.:32621646372

IFSC Code:SBIN0060311 સંપર્કઃ અજીતકુમાર બેડવા, મો. ૯૫૮૬૩૨૩૩૩૨,
સી. એન. અંબાલીયા, મો. ૯૮૨૫૧૬૫૬૦૮

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!