મોરબી જિલ્લા છેલા ચોવિસ કલાકમાં વધુ ત્રણ અપમૃત્યુના બનાવો જુદા જુદા પોલીસ મથકે નોંધાયા છે જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના લીલાપર રોડ પર આવેલ કીરીટ કારખાનામાં રહેતા ખીમજીભાઇ ગોરાભાઇ ભંખોડીયા (ઉ.વ.૪૯) કારખાનાની પાળી ઉપર થી અકસ્માતે પડી ગયા હતા. જેમાં તેઓને ગંભીર ઇજા થતાં પ્રથમ સારવાર અર્થે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર બાદ વધુ સારવાર માં તા.૨૨/૦૨/૨૦૨૨ ના રોજ અમદાવાદ સરકારી હોસ્પિટલમાં વધુ સારવારમાં દાખલ કરાયા હતા જ્યા લાંબી સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના વધુ એક કેસની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર કાન્તીભાઇ દેવજીભાઇ ગરાળા (ઉ.વ.૬૨ મહેન્દ્નગર ધર્મ મંગલ સો સા બ્લોક નબર -૧૦૫) પોતાની સાયકલ લઇ મોરબી ગામમાથી ધરે જતા હતા. આ દરમિયાન મહેન્દ્રનગર જુના ગામમા જવાના રસ્તા પર રામવાડી નજીક કુતરૂ આડુ પડતા તેઓ જમીન પર પટકાયા હતા. જેથી આધેડને માથામા ગંભીર ઇજા તથા અમદાવાદ સીવીલ હોસ્પીટીલ ખાતે ખસેડાયા હતા જ્યા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
વધુમાં મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના ખાનપર ગામે રહેતા વનરાજસિંહ બચુભા ઉર્ફે મગુભા જાડેજા (ઉ.વ-૫૭)ને વર્ષોથી નશો કરવાની આદત હોય અને અનેક પ્રયાસો કરવા છતાં વ્યશન છુટતુ ન હતું અને નશા વગર તેનુ શરીર કામ કરતુ ન હોવાથી અંતે વ્યશનથી કંટાળી જઈ પોતે પોતાની મેળે શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી આયખું ટૂંકાવવાનો પ્રયાસ કરી લીધો હતો જે અંગે પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.