Tuesday, April 23, 2024
HomeGujaratહળવદમાં સગાભાઈએ છરી વડે કર્યો હુમલો

હળવદમાં સગાભાઈએ છરી વડે કર્યો હુમલો

હળવદ શહેરના બસસ્ટેન્ડ પાછળના વિસ્તારમાં રહેતા પરિવારના બે સગા ભાઈઓ વચ્ચે થયેલ માથાકૂટમાં સગાભાઈએ અન્ય ભાઈ પર છરી વડે હુમલો કર્યા બાદ દાદાને પણ માર માર્યાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર હળવદ બસ સ્ટેશન પાછળ રહેતા કલ્પેશભાઇ હસમુખભાઇ પરમારના સગાભાઈ અશ્વિનભાઇ હસમુખભાઇ પરમાર તેઓની દાદી સાથે બેફામ વાણી વિલાસ આચરતો હતો જેથી
તેના ભાઈ કલ્પેશે ગાળો બોલવાની ના પાડી હતી. આ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા અશ્વિને પોતાના સગાભાઈ કલ્પેશને પણ ગાળો આપી છરી વડે હુમલો કરતા તેઓએ નાક ઉપર તથા હોઠ પાસે ઇજા થઈ હતી.

આ દરમિયાન કલ્પેશભાઈના દાદા ગાંડુભાઇ બન્નેને છોડાવવા વચ્ચે પડતા તેને પણ ધક્કો મારી પછાડી દીધા હતા. આ બનાવની કલ્પેશભાઇ હસમુખભાઇ પરમારે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અશ્વિનભાઇ હસમુખભાઇ પરમાર સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!