મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે મોરબીના વીશીપરામાં સર્વોદય કારખાના પાસે સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે જાહેરમાં જુગાર રમતાં અજયભાઈ વિઠ્ઠલભાઈ સનુરા, દિપકભાઈ કેશુભાઈ અગેચણીયા, ભરતભાઈ નાગજીભાઈ સેખાણીયા, કાનજીભાઈ ધનજીભાઈ ઈન્દ્રરીયા અને જયેશભાઈ હીરાભાઈ કુરીયા એમ કુલ પાંચ ઈસમોને રોકડા રૂ.૧૦,૫૬૦/- સાથે ઝડપી પાડ્યા હતાં તો બીજા દરોડામાં વેજીટેબલ રોડ પર ભીમસર સરકારી સ્કુલ પાસે બાવળની કાંટમાં તીનપતીનો જુગાર રમતાં દેવાભાઈ બાબુભાઈ કુંઢીયા, વિપુલભાઈ રઘુભાઈ મંદેરીયા, રાયધનભાઈ પ્રેમજીભાઈ કુંઢીયા, જીતુભાઈ શનાભાઈ દેલવાણીયા, સંજયભાઈ મોહનભાઈ પંસારા, બટુકભાઈ બાબુભાઈ મંદારીયા, વિક્રમભાઈ ધીરૂભાઈ પંસારા અને ખેતાભાઈ પ્રેમજીભાઈ કુંઢીયા એમ કુલ આઠ ઈસમોને રોકડા રૂ.૨૫,૭૦૦/- સાથે ઝડપી પાડ્યા હતાં.
જ્યારે મોરબી તાલુકા પોલીસે રંગપર ગામની સીમમાં ક્યુરા સિરામીક સામે આવેલા કોમ્પલેક્ષ પાસે જય વિજય બેકરી નામની દુકાનનાં ઓટલા પર જાહેરમાં જુગાર રમતા એભલ ભુપતભાઈ અગોલા, અશ્વિનભાઈ કનુભાઈ મકવાણા, ભરતભાઈ ધીરૂભાઈ ખાંભલીયા અને શૈલેષભાઈ રઘુભાઈ કુરીયા એમ કુલ ચાર ઈસમોને રોકડા રૂ. ૩૪,૦૫૦/- સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ ૧૭ ઈસમો વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.