લખધીરપુર ગામે સીરામીક કારખાનામાં શેડ ઉપરથી પડી જતાં યુવાનનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર લખધીરપુર ગામે આવેલ ઝેક્ષ સીરામીકમાં ગઈકાલે તા. ૧ના રોજ આરીફભાઇ અલારખાભાઇ બ્લોચ (ઉ.વ.૨૨, ધંધો મજુરી, રહે.હાલ રેલ્વે સ્ટેશન પાછળ, ખાડા વિસ્તાર આમદભાઇ ધાચીના મકાનમાં, મોરબી, મુળ રહે. ખાના-ખોજાવાળી શેરી, જી. મોરબી) કારખાનામાં શેડમાં કેચી પતરાનુ કામ કરતા હોય તે દરમ્યાન શેડ ઉપરથી અકસ્માતે પતરૂ તુટતા નીચે પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર લઇ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાતા ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આગાસી પરથી પડી જતા આધેડનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ પર સુમીતીનાથ સોસાયટીમાં રહેતા રાજેશસિંહ રવિન્દ્રસિં૬ રાણા (ઉં.વ.૪૨) ગઈકાલે તા. ૧નાં રોજ લક્ષ્મીનારાયણ હોલ નજીક આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા હરિકૃષ્ણભાઈ ઉર્ફે લાલો અશોકભાઈ સાપરિયા(ઉ.વ.૩૪)નાં રહેણાંક મકાનની અગાસી પરથી પડી જતા તેને માથામાં ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
શનાળા રોડ પર આવેલ ગુ.હા.બોર્ડમાં હાર્ટએટેક આવતાં યુવાનનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા મુળ વાઘપર ગામનાં વતની અને હાલ મોરબીનાં શનાળા રોડ પર ગુ.હા.બોર્ડમાં રહેતા અરવિંદભાઈ લક્ષ્મણભાઈ બાવરવા (ઉં.વ.૪૦) ને ગઈકાલે હાર્ટએટેક આવતાં તેનું મોત નિપજ્યું હતું બાદમાં તેની ડેડબોડીને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.