વાંકાનેર : આર્થિક ભીંસનાં કારણે ઝેરી દવા પી લેતા યુવાનનું સારવાર દરમ્યાન મોત
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર શહેરમાં પેડક વિસ્તારમાં રહેતા વિશાલભાઇ હરીભાઇ ઉધરેજા(ઉ.વ.૩૦) એ ગત તા. ૨૭ના રોજ બપોરના બે વાગ્યાના અરશામાં આર્થિક ભીંસનાં કારણે ટેંશનમાં પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને પ્રાથમિક સારવાર અર્થે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે તા. ૩૦ના રોજ તેનું મૃત્યુ નીપજ્યું છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ટંકારા : નેસડા(સુ.) ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું સારવાર દરમ્યાન મોત
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાનાં નેસડા(સુ.) ગામે વિનયભાઈ ભિમાણીની વાડીમાં રહી ખેતમજૂરી કરતાં ભીમસીંગ સોમસીંગ સોલંકી (ઉ.વ.૨૫) નામનાં યુવાને ગત તા. ૨૮નાં રોજ વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેનું સારવાર દરમ્યાન ગઈકાલે મોત નિપજ્યું હતું. ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી : સબજેલ સામે વણકરવાસમાં રહેતાં યુવાનનું અગમ્ય કારણોસર મોત
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સબજેલ સામે વણકર વાસમાં રહેતા અનિલભાઈ કલાભાઈ (ઉ.વ.૨૫) કોઈ કારણોસર પોતાના ઘરે મરણ ગયેલ હોય જેનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


 
                                    






