Sunday, December 29, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવો

મોરબી જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવો

મોરબી : લખધીરપુર રોડ પર આવેલા કારખાનામાં પોલીસીંગ બેલ્ટના પટામાં આવી જતા મહિલાનું મોત

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ પર આવેલ મેટ્રોપોલ સિરામિકમાં રહીને મજુરી કામ કરતા લલીતાદેવી રામરત્ન માલવીય (ઉ.૪૨) ગઈકાલે તા.૧૪નાં રોજ સીરામીકમાં કામ કરતા હોય દરમ્યાન પોલીસિંગ બેલ્ટના પટામાં આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

હળવદ : ઇશ્વરનગર ગામે રહેતી યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

પ્રાપ્ત વિગતો અનુસાર મુળ ગામ ગલ્લા પલવી, એમપી અને હાલ હળવદના ઇશ્વરનગર ગામે પોતાની માતા અને ભાઇ સહીત પરિવાર સાથે હરજીભાઇ મગનભાઇ કૈલાની વાડીએ ઓરડીમા રહેતી રમીલાબેન રમેશભાઇ સોલંકી (ઉ.વ. ૨૨)એ ગઈકાલે તા. ૧૪ના રોજ સવારમાં ૧૦:૩૦ વાગ્યાના અરસામા કોઇ કારણસર પોતાની જાતેથી વાડીએ ઓરડીમા ગળેફાસો ખાઇ લેતા તેનું મોત નિપજ્યું હતું. હળવદ પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર : અગમ્ય કારણોસર વૃદ્ધાનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરમાં નીલકંઠ શેરી ચાવાડી ચોક ખાતે રહેતા જસવંતીબેન પ્રવીણભાઈ વાસા (ઉં.વ.૭૫)નું ગઈકાલે તા.૧૪નાં રોજ કોઈ કારણસર મોત થતા તેની ડેડબોડીને સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે ખસેડવામાં આવી હતી. વાંકાનેર સીટી પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!