મોરબી : મોરનીમાં થોડા સમય પહેલા ટ્રાન્સફર પેઢીના રૂપિયા ભરેલા થેલાની ચિલઝડપ થઈ હતી. આથી ચીલ ઝડપના સગીર સહિત ત્રણ આરોપીઓને ગણતરીની કલાકોમા મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડયા હતા.
મોરબી કુબેર ટોકીઝ પાસે તા.૮/૦૮/૨૨ ના રોજ વહેલી સવારમા દેવજીભાઇ નાગજીભાઇ ગણેશીયા ઉવ ૬૮ ધંધો વેપાર રહે – મોરબી-૨, કુબેર સિનેમા પાછળ ત્રાજપર ધાર વિસ્તાર તા.જી.મોરબી વાળા પોતાની કેબીને જતા હતા ત્યારે પાછળથી આવી કોઇ અજાણ્યા ઇસમે તેમના હાથમાં રહેલ કપડાની શૈલી જેમા રોકડા રૂપીયા અશર્ર-૧,૭૫,૦૦૦/- જેટલા હતા જે થેલી ઝુટવી ભાગી ગયેલ હોવા અંગેની ફરીયાદ નોધાવેલ હોય જેની તપાસ બી ડીવીજન પોલીસ સ્ટાફે તપાસ કરીને આ ચિલઝડપના આરોપી સાગરભાઇ રાજેશભાઇ અગેચણીયા ઉ.વ.૨૪ રહે. મોરબી કુબેર ટોકીઝની-પાછળ ધાર ઉપર તા.જી.મોરબી શંકરભાઇ ભરતભાઇ ઉપસરીયા ઉ.વ.૧૮ રહે. ગામ નવા ધરમપુર તા.જી.મોરબી વાળાને લાવી સઘન પુછપરછ કરતા આરોપી ઓએ ગુન્હો કરેલ હોવાની કબુલાત આપેલ અને પોતાની સાથે એક બાળ કિશોર સંડોવાયેલ હોવાની હકીકત જણાવતા ઉપરોકત બન્ને આરોપીઓને અટક કરી ચીલ ઝડપમા ગયેલ ૧૦૦ ટકા મુદામાલ રીકવર કરેલ છે. અને બાળ કિશોરને ડીટેન કરી આગળની કાર્યવાહી કરેલ છે.