Monday, December 23, 2024
HomeGujaratવાંકાનેરના કોટડાનાયાણી ગામે કૂવો ગાળતી વખતે ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકના મોત

વાંકાનેરના કોટડાનાયાણી ગામે કૂવો ગાળતી વખતે ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકના મોત

ગુજરાત રાજ્યના મોરબીના વાંકાનેરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર શહેરના કોટડા ગામે કૂવો ગાળતા સમયે ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકોના કરૂણ મોત નિપજ્યા છે. આ બનાવની જાણ થતા જ વાંકાનેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે ગઈકાલે સાંજના સમયે કોટડા નાયાણી ગામના ત્રણ મજૂરો દ્વારા કૂવો ગાળવામાં આવી રહ્યો હતો. તે સમયે અચાનક ભેખડ ધસી પડતા મનસુખભાઇ પોપટભાઈ સોલંકી અને નાગજીભાઈ સોમાભાઈ સીતાપરાના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જયારે વિનુભાઇ બચુભાઈ ગોરીયા નામના વ્યક્તિને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અને જે વાડીમાં કૂવો ગણવામાં આવતો હતો તે વાડીના માલીક ફિરોઝભાઈ હુસેનભાઇ કાતીયરને પણ ઇજાઓ પહોંચી હોવાની વિગતો સામે આવી છે. ત્યારે આ બાબતની જાણ મજૂરોનાં પરિવારજનોને થતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!