મોરબી જિલ્લામાં છેલા ચોવિસ કલાક દરમિયાન અપમૃત્યુ-અકસ્માતે મૃત્યુના ત્રણ કેસ સામે આવ્યા છે.જેમાં એક બાળક, યુવાન અને તરુણી મોતને ભેટતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા જીતુબેન પોપટભાઇ ટુંડીયા નામની ૧૭ વર્ષીય તરુણીએ અગમ્ય કારણોસર કંટાળી જઇ પોતાના ઘરે ગળે ફાસો ખાઇ જીવન લીલા સંકેલી લેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેનું મોત નિપજતા તેણીના મૃતદેહને તેના સંબંધી અમર દેવજીભાઇ ટુડીયાએ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જેથી મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત અપમૃત્યુના અંગેના વધુ એક કેસની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર હળવદના સુંદરગઢ ગામેં પરપ્રાંતીય પરિવારના વંશ ગીરીશભાઇ રાઠવા નામનો એક વર્ષીય બાળક ઠાકરશીભાઇ પરમારની વાડીએ અકસ્માતે પાણીની કુંડીમા પડી ગયો હતો. જેનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આથી પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.તથા મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાયેલ અકસ્માતની વિગત અનુસાર મોરબીના ગુંગણ ગામે રહેતા મહેશભાઇ જેશીંગભાઇ સુરેલા નામના ૨૫ વર્ષીય યુવાન કોઈ પણ કારણસર મચ્છુ નદીના પાણીમા ડુબી ગયો હતો જેમાં તેનું મોત નિપજતા મૃતદેહને તેના સંબંધી વિક્રમભાઇ જેશીંગભાઇ સુરેલાએ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.