Monday, May 6, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અકસ્માતના વધુ ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાયા: પાંચ વ્યક્તિને ઇજા...

મોરબી જિલ્લામાં અકસ્માતના વધુ ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાયા: પાંચ વ્યક્તિને ઇજા પહોંચી

મોરબી જિલ્લામાં અકસ્માતના વધુ ત્રણ બનાવો જુદાજુદા પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હોવાનું જાહેર થવા પામ્યું છે.

- Advertisement -
- Advertisement -

અકસ્માત અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબી રાજકોટ હાઇવે પર આવેલ સંગમ હોટલ પાર્ક પાસેથી પોતાની પત્ની અને દીકરી સાથે બાઈક લઈ પસાર થઇ રહેલા વિજયભાઇ નારણભાઇ હાડા (ઉ.વ૩૭)ની બાઇકને ફોરવ્હીલ ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં વિજયભાઈને માથા અને હાથમાં ઇજા પહોચી હતી જ્યારે તેમની દિકરી નીધીને ડોકમા ઇજા થયેલ જેમા નવ ટાંકા આવ્યા હતા તથા સંધ્યાને આંખ પાસે ઇજા થતા ત્રણ ટાંકા આવ્યા હતા આ ઉપરાંત વિજયભાઈ ના પત્ની ને માથાના ભાગે ઇજા થતા હેમરેજ થયું હતું જેથી વિજય ભાઈએ અજાણ્યાં ફોરવહીલ ચાલક વિરુદ્ધ સીટી એ ડિવીઝન પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય એક બનાવમાં મિતાણા ગામ નજીક એસ્સાર પેટ્રોલપંપની સામે આવેલ શીવ પેલેસ હોટલમાં જમવા જતા
ગ્લેમર બાઈક જેના રજી.નં.જી.જે.૦૩.એફ.આર.૬૩૨૩ના ચાલક વિઠલભાઇ પરસોત્તમભાઇ મેરાને મારૂતી ઇક્કો કાર જેના રજી.નં જી.જે.૧૧.એ.બી.૭૧૩૪ના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં વિઠલભાઇ પરસોત્તમભાઇ મેરાને માથાના ભાગે ગંભીર ઇજા તેમજ ડાબી બાજુના પાસળામા ફ્રેકચર થયું હતું.

માળીયા મિયાણા તાલુકાના રાસંગપર ગામના પાટીયા નજીક આવેલ હોટલ ન્યુ અવધ નજીક આઇસર નંબર જી.જે.-૧૦-ટી એકસ -૮૭૬૨ ના ચાલકે ટેન્કર નંબર જી.જે.-૦૩-એ એકસ-૭૯૭૯ સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કરમા નુકશાન થતા જેસંગભાઇ રાણાભાઇ મીયાત્રાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!