Monday, May 6, 2024
HomeGujaratટંકારાના હડમતીયા ગામે ખેતમજૂરની આખા વર્ષની મહેનતના એસી હજાર રૂપિયા તસ્કરો એક...

ટંકારાના હડમતીયા ગામે ખેતમજૂરની આખા વર્ષની મહેનતના એસી હજાર રૂપિયા તસ્કરો એક રાતમાં ઉસેડી ગયા

ટંકારા પંથકના હડમતીયાની સીમમાં રહી ખેતમજૂરી કરતા શખ્સની પોણા લાખ ઉપરાંતની મતા તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા આખા વર્ષ ખેતરમાં મજૂરી કરી ઉગાડેલા કપાસના વેચાણના પૈસા ચોરાઈ જતા ખેતમજૂર પર આભ ફાટી પડ્યું હતુ. પોલીસે તેમની ફરિયાદ પરથી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

ટંકારા પંથકના હડમતીયા ગામની સીમમાં આવેલી અશ્ર્વિનભાઈ ધનજીભાઈ રાણસરીયાની વાડીમા ખેત મજૂરી કરતા બાબુભાઈ દુલાભાઈ મોહનીયા (ઉ.વ.૩૮) કપાસના વેચાણના રૂ ૮૧૫૦૦ વાડીના રૂમમાં રાખેલ હતા તે પૈસા રાત્રિના તસ્કરો ચોરી કરી લઈ જતા ખેતમજૂરે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. તેમજ આખા વર્ષ દરમ્યાન કપાસ વાવવા લણવામા મહેનત કરી મેળવેલી મહામહેનતની રકમ તસ્કરો એક જ રાત્રીમાં ઉસેડી જતા ખેતમજૂર પર આભ ફાટી પડ્યું હતુ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!