મોરબી જિલ્લામાથી આજે વધુ ત્રણ બાઈક ચોરાયાંની રાવ ઉઠી છે જે અંગે જુદા જુદા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મોરબીના શક્તિ પ્લોટ શેરી નં.૨માથી નગરદરવાજા પાસેથી મુસ્તુફાભાઈ ઈકબાલભાઈ જુસાણી (ઉ.વ.૨૬ રહે.મકરાણીવાસ બ્રાહમણની ભોજન શાળાની સામે)એ પોતાનું હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મો.સા રજી નં.જીજે-૧૦-સીપી- ૯૫૮૦ પાર્ક કર્યું હતું. જેને નિશાન બનાવી અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. આથી મુસ્તુફાભાઈએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
બાઈક ચોરીના વધુ એક કેસની ટંકારા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ટંકારા તાલુકાના છતર ગામ આવેલ શિવમ કોલ્ડસ્ટોરેઝની સામે ફરીદભાઈ યુસુફભાઈ શાહમદાર (ઉ.વ.-૧૯ રહે.હાલ ગ્રિનલાઈન ચોકડડી લાલપરી)એ પોતાનું હિરોકંપનીનુ સ્પ્લેંડર બાઈક રજી નં G-J-.36-AB-5838 બાઈક રાખ્યું હતું. જેને કોઈ શખ્સ ચોરી કરી લઇ ગયો હતો. આ અંગે બાઇકના માલિક ફરીદભાઈને જાણ થતા તેઓએ ટંકારા પોલીસમાં જાણ કરી હતી જેને લઈને પોલીસે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વધુમાં મોરબીના વિકાસપાર્ક પાસે આવેલ સર્કીટ હાઉસની બાજુમા, રાહુલ લોજીસ્ટીકની ઓફીસની પાસે હાર્દીકભાઇ મુકેશભાઇ હુંબલ (રહે. નિત્યાનંદસોસા. બ્લોકનં.૧૨૦, શેરીનં.૩મોરબી) એ પોતાનું બાઇક પાર્ક કર્યું હતું જે સુપર સ્પ્લેન્ડર બાઈક રજી. નં. જી.જે.૩૬.એચ.૬૬૦૦ની ચોરી કરી કોઈ અજાણ્યાં શખ્સો લઇ ગયા હતા આ અંગે જાણ થતાં હાર્દિકભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આથી પોલીસે આરોપીઓ સુધી પહોંચવા સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી નો ધમધમાટ આદર્યો છે.