મોરબી જિલ્લામાં અપમૃત્યુના આજે વધુ ત્રણ બનાવો પ્રકાસમાં આવ્યા છે. મોત અંગે જુદા જુદા પોલીસ મથકમા ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના કેસની માળીયામીંયાણા પોલીસ મથકે નોંધાયેલ વિગત અનુસાર માળિયાના જુના ઘાંટીલા ગામે રહેતા લાભુબેન ચંદુભાઈ વિડજા નામના ૭૦ વર્ષીય વૃદ્ધા તા.૨૧/૦૩/૨૦૨૨ ના રોજ પોતાના ઘરે હતા આ દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે પોતાના શરીરે ડિઝલ છાંટી દઈ આગ ચાંપી દઈ આપઘાતનો પ્રાયસ કરી લીધો હતો. જેને પગલે તેઓ શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. આથી તાત્કાલિક સારવાર અર્થે આયુષ હોસ્પીટલ મોરબી ખાતે ખસેડયા હતા બાદ વધુ સારવાર અર્થે સરકારી હોસ્પીટલ રાજકોટ ખાતે લઈ જવાયા હતા જ્યા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.
જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાયેલ વિગત અનુસાર ગઈ કાલે બુધવારના રોજ વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે આવેલ મહાનદીના પુલ નીચેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો હતો.
કોઈ પણ કારણસર અજાણ્યા પુરુષનું મોત નિપજતા બીનવારસી લાશ મળી આવી હતી આ અંગે પોલિસે મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.
વધુમાં અપમૃત્યુના અન્ય એક કેસની મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેર ખાતે રહેતા અજયભાઇ હસમુખભાઇ લકુમ નામના ૩૦ વર્ષીય યુવાન ગઈકાલે રફાળેશ્વર ગામે આવેલ કેડા સીરામીકમાં કામ કરી રહ્યો હતો આ દરમિયાન પત્રરા પરથી અકસ્માતે પડી ગયો હતો જેમાં તેને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતી. આ અંગે સરકારી હોસ્પીટલમાં ખાતે લાવતા પોલીસને જાણ કરાઈ હતી જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.