મોરબી જિલ્લામાં લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા હતા જેમાં મોરબીના ગીડચ ગામે સાંથળીની જમીન પર કબજો કરનાર ૩ શખસો સામે ગુનો દાખલ થયો હતો, તેજ ગામમાં અન્ય સાથળીની જમીન બે શખસોએ ગેરકાયદે કબજો જમાવી લેતા મોરબી તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્રીજા બનાવમાં ટંકારાના અમરાપરમા ખેતીની જમીન પર કબજો કરનાર સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મોરબીના ગીચડ ગામની સીમમાં હમીરભાઈ ભાણાભાઈ સારેસાની સાથળીની જમીન આવેલી હોય તેજ ગામમાં રહેતા ભાનુભાઈ નારણભાઈ આહીર, સંજયભાઈ ભાનુભાઈ આહીર, અશ્ર્વિનભાઈ ભાનુભાઈ આહીર દ્વારા મોરબી તાલુકા અનુસસુચિત જાતિ સમુદાયક ખેતી સહકારી મંડળીને કાયદેસર રીતે મળેલ મોરબી તાલુકાના ગીડચ ગામના સર્વે નં.-૯૮ ની હેકટર-૩-૦૩-૫૨ ચો.મી. વાળી સાંથળીની જમીનમાં આ કામના આરોપીઓએ અનઅધિકૃત રીતે ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી ફરીયાદીને જમીનમાં જવાનો કાયદેસરનો હકક હોય તેમ છતા જમીનમાં જતા રોકી ખેતીકામ કરવા નહી આપી આ મંડળીની જમીનમાં આરોપીઓએ પાચ વર્ષ સુધી કબજો જમાવી દીધો હતો જેથી લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમજ આ જ ગામમાં ભાણાભાઈની અન્ય સાથળીની જમીન પર બુટાભાઈ રત્નાભાઈ , મનુભાઈ બુટાભાઈ દ્વારા કબજો કરતા તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય ચલાવી રહયા છે.
ટંકારાના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નરેન્દ્રભાઈ શુકલની અમરાપર ગામે આવેલી ખેતીની જમીન પર ટોળ ગામના ફતેમામદ જીવાભાઈ ગઢવાળાએ અમરાપર સર્વે નં. ૧૧૬ વચ્ચેથી પસાર થતો જુનો રસ્તો આવેલો હોય તેના પર દસ વર્ષથી દબાણ કરી રસ્તો બંધ કરી તેમજ ટોળ ગામની સરકારી જમીન પર કુવો બનાવી ગેરકાયદે કબજો જમાવી દેતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.