મોરબી સામાકાંઠા વિસ્તારમાં કેસરબાગ નજીક માથાકૂટ : યુવતીઓની છેડતી કરવાની ના પાડતા છરી વડે હુમલો કર્યો : પોલીસે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી
રજપૂત કરણી સેના અને ક્ષત્રિય રજપૂત સેનાના આગેવાનો સિવિલ હોસ્પિટલ પહોંચી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે : પોલીસે તથ્યોના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી :હુમલાખોરો પોલીસના હાથવેંતમાં.
મોરબીમાં સમાકાંઠા વિસ્તારમાં મોડી સાંજે માથાકૂટ થઈ હતી જેમાં કેસરબાગ નજીક આવેલા હનુમાનજી મંદિર મોડી સાંજે અજાણ્યાં ઈસમો દ્વારા યુવતીઓની છેડતી કરવામાં આવી રહી હતી એ સમયે ત્યાં ઉભેલા યુવકો દ્વારા યુવતીઓની છેડતી ન કરવા રોકતા સામેના પક્ષેથી પાંચ જેટલા વ્યક્તિઓ દ્વારા માથાકૂટ કરી હતી અને શાબ્દિક ટપાટપી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો જેમાં સામેના પક્ષેથી આવેલા યુવાનોએ છરી અને તીક્ષણ હથિયારો વડે અચાનક જ હીંચકારો હુમલો કરી
દેતા ત્રણ યુવાનો ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં.આ બનાવમાંદીપેન્દ્રસિંહ ચંદ્રસિંહ જાડેજા,શિવરસજસિંહ હરપાલસિંહ ઝાલા,અર્જુનસિંહ બલભદ્રસિંહ ઝાલાને પીઠ અને પગમાં પાછળના ભાગે છરી લાગતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોલીસને જાણ કરતા મોરબી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે જો કે આ બનાવના પગલે સિવિલ હોસ્પિટલ ખાતે મોરબી રજપૂત કરણી સેનાના આગેવાનો અને ક્ષત્રિય રજપૂત સમાજના આગેવાનો પહોંચી ગયા હતા સાથે જ આવા આવારાતત્વો અને આ હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા મોરબી જીલ્લા કરણીસેેના પ્રમુખ દેવેેનનદેવેન્દ્રસિહ જાડેજાએ માંંગ કરી છે ત્યારે મોરબી બી ડિવિઝન પીઆઈ આઈ એમ કોંઢિયા સહિતના પોલીસ અધિકારીઓ પહોંચી બનાવની હકીકત જાણી આગળની કાર્યવાહી હાથ ધરી છે .જો કે આ ઘટના કરનાર આરોપીઓને મોરબી બી ડિવિઝન પોલીસે હાથવેંતમાં લઈ લીધા હોવાનુ પોલીસના આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.