Friday, January 3, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણ લોકો બન્યા કાળનો કોળિયો

મોરબી જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણ લોકો બન્યા કાળનો કોળિયો

મોરબી જિલ્લામાં વાહન અકસ્માત અંગેના વધુ ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં વધુ ત્રણ લોકો કાળનો કોળિયો બન્યા હોવાનું પ્રકાશમાં આવતું છે.

- Advertisement -
- Advertisement -

હળવદ માળીયા હાઈવે રોડ ઉપર આવેલ એસ.બી.આઇ.બેંકની સામે બેફામ સ્પીડે આવતા ટ્રેલર નં.GJ-12-AZ-8299ના ચાલકે બાઈકને અડફેટે લેતા ગંભીર એક્સમાંત સર્જાયો હતો. જેમાં યશ જયંતીભાઈ કણઝારીયાને અકસ્માતે મોઢાના ભાગે વ્હીલ ફરી વળતા મોઢું છુંદાઇ ગંભીર ઇજા પહોંચી હતી જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે અજાણ્યા ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અકસ્માત અંગેના વધુ એક કેસની મોરબી તાલુકા પોલિસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર આવેલ રફાળીયા ખોડીયાર માતાજીના મંદિરની સામે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કરણભાઇ ખાણધર નામનો ૩૬ વર્ષીય યુવાન પોતાની હિરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા.રજી.નં.GJ-03-CF-2235 લઇ રફાળીયા ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે સર્વિસ રોડ ઉપર આવેલ કટથી પાનેલી તરફ જવા માટે હાઇવે ઉપર ચડતા પાછળથી એક અજાણી ફોર વ્હીલ કાર ચાલકે ઠોકર મારતા અકસ્માત થયો હતો જેમાં કારણભાઈ બાઈક નીચે પડી જતા માંથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી જેમાં તેની સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક નાશી છુટતા મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત અંગેના વધુ એક કેસની વાંકાનેર સીટી પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ વાંકાનેર રોડના અમરસર ગામેં દુધની ડેરી પાસે અજાણી ફોરવહીલ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં પુર પાટ વેગે આવતી કારે સોનુભાઇ કુકાભાઇ આધરોજીયા (ઉ.વ-૨૭ રહે-મોરબી, મહેન્દ્રનગર મફતીયાપરા)ની બાઈક રજી નં-જીજે-૦૩-એફબી-૬૫૩૨ને અડફેટે લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સોનુભાઈ જમીન પર પટકાયા હતા અને માથામા તથા છાતીના ભાગે ગંભીર ઇજા થતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત લાખાભાઇ મનજીભાઇ કુંઢીયાને ઇજા પહોંચતા તેમણે વાંકાનેર સીટી પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!