મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઇ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઇકાલે મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ દરોડા પાડી ત્રણ ઇસમોની અટકાયત કરી છે.
પ્રથમ દરોડામાં, હળવદ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વિનુબા ગ્રાઉન્ડના છેવાડે એક શખ્સ વરલી ફીચરના આંકડાઓ લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી સોમાભાઇ છગનભાઇ રાઠોડ (રહે. વિનુબા ગ્રાઉન્ડ પાસે હળવદ તા.હળવદ જી.મોરબી) નામના શખ્સને વર્લીફીચરના આંકડા લખેલ નાની ડાયરી, બોલ પેન તથા રોકડ રકમ રૂ.૨૪૧૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હઃ ધરી છે.
બીજા દરોડામાં, હળવદ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીનાં આધારે હળવદ ટીકર રોડ ખાતે જી.ઈ.બી ઓફીસ સામે રેઇડ કરી જાહેરમાં આંક ફરકનો વર્લી ફીચરના આંકડા રમી રમાડતા ભુપતભાઈ લખમણભાઈ બજાણીયા (રહે.રેલ્વે કોલોની પાસે હળવદ તા. હળવદ જી.મોરબી) નામના શખ્સને પકડી પાડી તેની પાસેથ વર્લી ફીચરના સાહીત્ય તથા રોકડ રૂ.૨૨૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે.
ત્રીજા દરોડામાં, માળીયા મી. પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મી માળીયા મી. પોસ્ટ ઓફીસ પાસે ખંડેર મકાનમા એક શખ્સ વરલી ફીચરના આંકડાઓ લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી વલીમામદ ઉર્ફે સનેડો કરીમભાઇ મોવર (રહે- માળીયા મી ગેબનશાહ પીરની દરગાહ પાસે તા.માળીયા મી જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેની પાસેથી વરલી ફીચરના સાહિત્ય તથા રોકડા રૂપીયા-૩૫૦/-નો મુદ્દમાલ કબ્જે કર્યો છે.