Saturday, April 27, 2024
HomeGujaratદેશી દારૂ ભઠ્ઠી ચલાવતા ઈસમો પર માળીયા મી. પોલીસની તરાપ : બે...

દેશી દારૂ ભઠ્ઠી ચલાવતા ઈસમો પર માળીયા મી. પોલીસની તરાપ : બે સ્થળોએથી દેસી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી

નવાગામથી મેઘપર ગામ તરફ જતા નદીના કાંઠે પોલીસે ત્રાટકી બે અલગ-અલગ દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડતા ખળભળાટ મહેકી જવા પામ્યો છે. તેમજ પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા બે શખ્સોને પણ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, નવાગામથી મેઘપર ગામ તરફ જતા નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ૧૮૦ લિટર ગરમ આથો તથા ૮૦૦ લીટર ઠંડા આથો તેમજ એક પ્લાસ્ટિકના કેનમાં ભરેલ ૦૭ લિટર દેશી દારૂનો જથ્થો મળી કુલ મળી રૂ.૨૧૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે રેઈડ દરમ્યાન આરોપી હાજર નહિં મળી આવતા પોલીસે ચક્રો ગતિમાન કરી ગણતરીની મિનિટોમાં રફીકભાઇ ઇશાભાઇ નોતીયાર (રહે.નવાગામ) નામના શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાર્થ ધરી છે.

બીજા દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમેં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે નવાગામથી મેઘપર ગામ તરફ જતા નદીના કાંઠે રેઈડ કરી ૧૦૦ લીટર ગરમ આથો, ૨૦૦ લીટર ઠંડા આથો તેમજ એક પ્લાસ્ટિકના કેનમાં ભરેલ ૦૫ લિટર દેશી દારૂનો જથ્થો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલરૂ.૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી સમીર ઉર્ફે પમુ શફીમામદભાઈ કટીયા (રહે.નવાગામ તા-માળીયા મીં.)ની અટકાયત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!