Thursday, January 16, 2025
HomeGujaratવાંકાનેરના રાતીદેવળી ગામે જોઈને રીક્ષા ચલાવવાનું કહી ત્રણ શખ્સો રીક્ષા ચાલક પર...

વાંકાનેરના રાતીદેવળી ગામે જોઈને રીક્ષા ચલાવવાનું કહી ત્રણ શખ્સો રીક્ષા ચાલક પર તૂટી પડ્યા

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રીક્ષા જોઈને ચલાવવાનું કહી ત્રણ શખ્સોએ રીક્ષાચાલકને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના પેડક સોસાયટીમાં રહેતા નીતીનભાઈ કાંતીભાઈ વોરા નામના ૨૪ વર્ષીય યુવાન CNG ઓટો રીક્ષા નં. GJ-36-U-2672 લઈ રાતીદેવળી ગામેથી નવા રાતીદેવળી તરફ જઈ રહ્યા હતા આ વેળાએ આરોપી ગૌતમભાઈ બળવંતભાઈ વોરા, પ્રશાંતભાઈ બળવંતભાઈ વોરા તથા બળવંતભાઈ ગોકળભાઈ વોરા (રહે-ત્રણેયજુના રાતીદેવળી તા.વાંકાનેર)ના ઘર પાસેથી રોડ પર નીકળતા આ ત્રણેય શખ્સોએ શિક્ષા ચાલકને રીક્ષા જોઈને ધીમે ચલાવવા કહેંતા રીક્ષા ચાલકે જોઈને જ ચલાવુ છું તેમ વળતો જવાબ આપ્યો હતો જે બાબત પસંદ ન પડતા ત્રણેયે ગાળો આપી ઢીકાપાટુનો માર મારી રોડ પર ઢસડતા યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. વધુમાં ગૌતમભાઈ તથા પ્રશાંતભાઈએ લોખંડના પાઈપ વડે નીતીનભાઈને માથામા ઘા મારતા ઇજા પહોંચી હતી. આ મામલે રીક્ષા ચાલક
નીતીનભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૩૨૩,૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!