મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજનના પી.એ.ઝાલાના માર્ગદર્શન તેમજ પીઆઇ એચ.એ.જાડેજા નાઓની દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવાની સુચના અન્વયે મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમે મોરબીમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, આજરોજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીગમા હોય દરમ્યાન કોન્સ્ટેબલ ચકુભાઇ કરોતરાને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી શનાળા જી.આઇ.ડી.સી.મા એસ.આર પેકેજીંગ કારખાના પાછળ અમુક ઇસમો ઇગ્લીશદારૂની હેરાફેરી કરે છે. જેથી હકિકતના આધારે રેઇડ કરતા પાર્થભાઇ ગૌતમભાઇ મહેતા (રહે.મોરબી શકતશનાળા પી.જી.વી.સી.એલ કોલોનીસામે), મયુરભાઇ પ્રેમજીભાઇ સોલંકી (રહે મોરબી નાનીવાવડી ગામ અનુ.જાતિવાસ) તથા ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા (રહે.મોરબી વાવડીરોડ મારૂતીનગર -૧ મુળરહે.તારાણા મોરાણા તા.જોડીયા) નામના ત્રણ શખ્સો ભારતીય બનાવટના ઇગ્લીશદારૂની રૂ.૧૦,૫૦૦/-ની કિંમતની ૨૪ બોટલો સાથે મળી આવતા તેમની અટકાયત કરી તથા રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા (રહે,મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી)ને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ ગુન્હો રજી.કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.