હળવદ તાલુકના રણછોડગઢ ગામે જાહેરમાં પેશાબ કરવાની બાબતે માથાકૂટ થતા 3 શખ્સોએ પરિવાર ઉપર હુમલો કાર્યની ઘટના પ્રકાશમાં આવી છે.
કેસની વિગત મુજબ હળવદ તાલુકના રણછોડગઢ ગામે રહેતા રમેશભાઇ ધનુભાઇ દલસાણીયા (ઉ.વ.૪૬) દિનેશભાઇ ધનુભાઇના ઘરની બહાર રોડ ઉપર પેશાબ કરતા હતા તે દરમિયાન તે જ ગામે રહેતા અજીત પ્રેમજીભાઇ વાવેચાએ ત્યાં આવીને રમેશભાઈ સામે આડેધડ વાણી વિલાસ આચાર્યો હતો. ત્યારબાદ પ્રેમજી મુળજીભાઇ વાવેચા અને ભાવુભાઇ મુળજીભાઇ કોળીએ રામેશભાઈને ઢીકાપાટુનો માર મારી પકડી રાખ્યો હતો. તથા અજીત વાવેચાએ રમેશભાઈ પર લોખંડના પાઇપ વડે હુમલો કરતા માથાના ભાગે ઇજા થઇ હતી. જેથી રમેશભાઈને બચાવવા જતા હેમીબેન સુખાભાઇને પણ માથાના ભાગે લોખંડની પાઇપથી ઘા મારતા ઇજા પહોચી હતી. આ ઉપરાંત ત્રણેય આરોપીઓને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.