વાંકાનેર તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે વીરપર ગામની સીમમાં આવેલ ખાણના ખાડામાં દેશી દારૂ ગાળવાની ત્રણ ભઠ્ઠીઓ ઝડપી લેવામાં આવી હતી, પોલીસે સ્થળ ઉપરથી ગરમ/ઠંડો આથો, ગરમ/ઠંડો દેશી દારૂ તથા દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો સહીત કુલ ૧૪,૮૫૦/-નો મુદામાલ કબ્જે લીધો હતો. જયારે દરોડા દરમિયાન ત્રણેય ભઠ્ઠી ચલાવતા આરોપીઓ હાજર નહિ મળી આવતા ત્રણેય આરોપીઓને ફરાર દર્શાવી ફરાર આરોપીઓને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
વાંકાનેર તાલુકાના વીરપર ગામની સોરસગો તરીકે ઓળખાતી સીમમાં ખાણના ખાડામાં જાહેરમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોય જે મુજબની મળેલ બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા સ્થળ ઉપર એક સાથે અલગ અલગ દેશી દારૂની ત્રણ ભઠ્ઠીઓ ઝડપાયી હતી, જેમાં કુલ ૨૮૦ લીટર ગરમ આથો, ૩૬૦૦ લીટર ઠંડો આથો, ૨૨ લીટર ગરમ દેશી દારૂ, ૧૦૦ લીટર ઠંડો દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધનો કિ.રૂ. ૪,૬૫૦/- કુલ કિ.રૂ.૧૪,૮૫૦/-નો મુદામાલ કબ્જે લીધો હતો
દરોડા દરમિયાન ત્રણેય દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા આરોપીઓ ભાવેશ મસાભાઇ ઉર્ફે મશરૂભાઇ વીંઝવાડીયા રહે.ભીમગુડા સીમ,રામદેવપીરના મંદીર પાસે વાડીમાં તા.વાંકાનેર, સેલાભાઇ સામજીભાઇ ડાંગરોચા રહે.વીરપર તા.વાંકાનેર તથા વીજય અશોકભાઇ ચારલા રહે.નવા ઢુવા તા.વાંકાનેર સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા ત્રણેય આરોપીઓને ફરાર દર્શાવી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહિ.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.