Thursday, January 23, 2025
HomeNewsMorbiમોરબીમાં ચોરીની શંકાએ હુંમલો અને વાંકાનેર માં વર્લી જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબીમાં ચોરીની શંકાએ હુંમલો અને વાંકાનેર માં વર્લી જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબીમાં ચોરીની ખોટી શંકા કરીને યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો
મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમાં રહેતા અને કલરકામનો ધંધો કરતા કાસમભાઇ સીદીકભાઇ સુમરા (ઉવ.૩૨) એ આરોપી મુકેશભાઇ હિરાભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૬ના રોજ આરોપીએ ફરીયાદીને કહેલ કે તે મારા બસો રૂપિયા લઇ લીધેલ છે. તેવી શંકા રાખી ગાળો આપી ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા લોખંડના પાઇપ વતી શરીરે તેમજ માથાના ભાગે મારામારી કરી મુંઢ તેમજ લોહિયાળ ઇજાઓ કરી ફરીયાદીને માથાના ભાગે છ ટાંકા આવેલ તેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બી ડિવિજન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરમાં અલગ-અલગ સ્થળેથી વર્લી ફીચરનો જુગાર રમતા ત્રણ ઝડપાયા
વાંકાનેર સીટી પોલીસે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેર જડેશ્વર રોડ બગીચા પાસે વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા આરોપી સોયબભાઇ આદમભાઇ રવાણીને વર્લી સાહીત્ય સહિત રોકડા રૂ.૭૦૦ સાથે તેમજ વાંકાનેર મીલ પ્લોટ ચોક ટાઉન પાસે વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા સાગર ઉર્ફે હડો ભુપતભાઇ ધોળકીયાને રોકડા રૂ.૫૦૦ સાથે અને વાંકાનેર ગૌશાળા રોડ રામજી મંદિર પાસે જીનપરા પાસે વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા આરોપી દિપકભાઇ ઉર્ફે બટેક દેવશીભાઇ હડાણીને રોકડા રૂ.૭૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!