Wednesday, December 4, 2024
HomeNewsTankaraટંકારા તાલુકાનાં સજ્જનપર ગામે જુગાર રમતા ત્રણ પકડાયા, ત્રણ ફરાર

ટંકારા તાલુકાનાં સજ્જનપર ગામે જુગાર રમતા ત્રણ પકડાયા, ત્રણ ફરાર

ટંકારા તાલુકાના સજ્જનપર ગામે જુગાર રમતા છ ઈસમો પૈકી ત્રણ ઈસમો પકડાયા અને ત્રણ ઈસમો ફરાર થઇ ગયા છે. આ તમામ 6 ઈસમો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

તા. 21ના રોજ સજ્જનપર ગામે સાગર ગૌશાળાની બાજુમા આવેલ ખરાબામાં બાવળની ઝાડીમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા છ ઈસમો પકડાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 16,400 તથા બે મોટરસાયકલ મળી કુલ રૂ. 46,400નો મુદામાલ કબ્જે કરી ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પરસોતમભાઇ અમરશીભાઇ કારેલીયા અને સામતભાઇ કરશનભાઇ કરકટાનની અટકાયત કરી છે. તેમજ રેઇડ દરમ્યાન નાશી છૂટેલા આરોપીઓ રસીકવન બાબુવન ગૌસ્વામી, મુકેશભાઇ લાલજીભાઇ સાબરીયા તથા હનીફભાઇ નુરાભાઇ વકાલીયાને પકડવા ધોરણસરની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!