Saturday, April 20, 2024
HomeGujaratમોરબી-હળવદમાંથી વર્લી ફિચરનો જુગાર રમતાં ત્રણ ઝડપાયા

મોરબી-હળવદમાંથી વર્લી ફિચરનો જુગાર રમતાં ત્રણ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૩૦નાં રોજ મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબીનાં સ્ટેશન રોડ સુરજબાગ પાસેથી જાહેરમાં વર્લી ફિચરનાં આંકડા લખી જુગાર રમી રમાડતા આરીફભાઈ મુસ્તાકભાઈ બ્લોચને વર્લી ફીચરનું સાહિત્ય તથા જુદા જુદા દરની ચલણી નોટો મળી કુલ રૂ. ૬૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો તેમજ નગર દરવાજા પાસેથી વર્લી ફિચરનાં આંકડા લખી પૈસાની લેતી દેતી કરી હારજીતનો જુગાર રમતા સરફરાજ રજાકભાઈ શેખને કુલ કિં.રૂ.૨૧૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે હળવદ પોલીસે હળવદ ટાઉનમા ભવાની નગર ઢોરા તરફ જવાના રસ્તા ઉપર જાહેરમાં આંક ફરકનો વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમતા પપ્પુભાઇ ભુપતભાઇ ગડેશીયાને કૂલ રૂ. ૨૫૨/- ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!