વાંકાનેર સિટી વિસ્તારના પુલ દરવાજા પાસે જાહેરમાં અમુક ઇસમો મારામારી કરતા હોઈ અને ગાળો બોલતા હોય ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ પેટ્રોલીંગમાં હોઈ દરમિયાન વાંકાનેરના પુલ દરવાજા નજીક અમુક ઇસમો છૂટા હાથની મારામારી કરતા હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમને અટકાવી તેમના નામઠામ પૂછતા તેઓ
રાહિલભાઈ ઈકબાલભાઈ મુલતાની (ઉ.વ.૨૪) ,સાહિલભાઈ ઈકબાલભાઈ મુલતાની, સગીર વયનો એક બાળક
હોઈ અને આરોપી નંબર ૩ પાસે છરી હોઈ ત્યારે તેમની પાસેથી છરી કબ્જે કરી અને આરોપી એક અને બે ની અટકાયત કરવામાં આવી છે.