મોરબી અને માળીયામાં પોલીસે બાતમીના આધારે ગઈકાલે ઈંગ્લિશ દારૂની બેટલો સાથે બે ઇસમોને પકડી પાડ્યા છે જેમાં આ ઈંગ્લિશ દારૂની બોટલોની હેરાફેરીમાં કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટાફે મોરબીના ખાટકીવાસ પાસેથી ઈંગ્લિશ દારૂની બોટલો.લઈને નીકળેલા આરોપી અલ્તાફભાઇ ઉર્ફે દીલો જુમાભાઇ ગાલપ (ઉ.વ-૩૯ રહે.મોરબી ખાટકીવાસ તલવાડીવાસ)ને ભારતીય બનાવટની વીદેશી દારૂની મેક્ડોલ્સ નં-૧ સુપીરીયલ્સ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦ MLની કંપની શીલ બંધ બોટલ નંગ-૧ કિ.રૂ.૩૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો
જ્યારે માળીયા પોલીસે ગઈકાલે મોટા દહિસરા રેલ્વે સ્ટેશન પાસે વવાણીયા પાસેથી જયકીશનભાઇ ભાનુભાઇ અવાડીયા (ઉ.વ. ૨૦) ને પોતાના નેફામા રાખેલી ભારતીય બનાવટની મેકડોવલ્સ નં ૧ સુપરીયર વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની બોટલ મા ૨૫૦ મીલી દારુ ભરેલ બોટલ સાથે ઝડપી લીધો હતો.તેમજ બીજો આરોપી સંજયભાઇ જેઠાભાઇ ડાંગર (ઉ.વ-૩૦) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના સુપર ટોકીઝ પાસેની દુકાનમાંથી વિદેશી દારૂ સાથે દુકાનદાર ઝડપાયો
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે ગઈકાલે મોરબીના સુપર ટોકિઝ સામે કુંભાર શેરીમાં આવેલી એક દુકાનમાં રેડ કરીને આરોપી દુકાનદાર રાકેશભાઇ દામજીભાઇ પ્રજાપતિ (ઉ.વ.૩૭ રહે. મોરબી સુરપર ટોકિઝ સામે, કુંભાર શેરીવાળો) ને દુકાનમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની પર પ્રાંતીય અલગ-અલગ બ્રાંડની અંગ્રેજી દારૂની ૭૫૦ મીલીની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૨૬ કિં.રૂ. ૧૦,૬૨૦ તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૨૫૦૦ મળી કુલ કિ.રૂ. ૧૩,૧૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ ઈંગ્લિશ દારૂની હેરાફેરીમાં બીજો આરોપી હિતેશ ઉર્ફે મોઢીયો ચંન્દ્રકાંતભાઇ ધોળકીયા સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.