વાંકાનેર તાલુકાના કણકોટ ગામે શેરીમાં ઉભેલ મહિલાને અન્ય બે મહિલા અને ત્રણ શખ્સો ‘તારી દીકરીને ભગાડી જવી છે’ તેમ કહી લાકડીના ઘા ઝીંકી અને મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે.
આ બનાવ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર કણકોટ ગામે રહેતા હંસાબેન લાલજીભાઇ માલકીયા નામના ૪૫ વર્ષીય પરિણીતા પોતાની શેરી માં હતા એ દરમિયાન હેતલબેન મનજીભાઇ નામની મહિલા ત્યાંથી પાસાર થતી વેળાએ હંસાબેનને કહેલ કે ‘તારી દીકરી પાયલને હજી ભગાડી જવી છે’ આ બાબતે બોલાચાલી બાદ ડખ્ખો મારામારી સુધી પહોંચ્યો હતો જેમાં આરોપી રાજુભાઇ મનજીભાઇ, લાભુબેન મનજીભાઇ, હેતલબેન મનજીભાઇ (રહે. બધા નવા કણકોટ તા. વાંકાનેર જી.મોરબી)એ હંસાબેનને માથામાં કપાળના ભાગે લાડકીનો એક ઘા ઝીંકી લીધો હતો. આ ઉપરાંત તમામે મુંઢમાર મારી, બેફામ વાણી વિલાસ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના લાતી પ્લોટમાંથી વર્લીના આંકડા લેતો એક ઝડપાયો
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેક લુક ફર્નિચર પાસે જાહેરમા વર્લી ફીચરના આકડા લખી જુગાર રમી રમાડતા આરોપી આરીફભાઇ મુસ્તાકભાઇ બ્લોચ (ઉ.વ.૪૨ રહે. મોરબી મકરાણીવાસ બ્રાહમણની ભોજન શાળા પાછળ) ને મોરબી સીટી એ. ડિવીઝન પોલીસે ઝડપી લિધો હતો. પોલીસે આ શખ્સના કબજામાંથી વર્લીફીચરના આંકડા લખેલ સાહિત્ય રોકડા રૂા.૩૭૦ ના મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગરધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.