શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસનું ચેકીંગ
સામાન્ય દિવસોમાં શહેરના મુખ્ય માર્ગો પર રોડ પર બાઇકમાં ધુળેટીની ઉજવણી કરવામાં આવતી હોય છે. કોરોના મહામારીનો પગલે ચાલુ વર્ષ દરમિયાન શનાળા રોડ, રવાપર રોડ, નહેરુગેટ, ઉમિયા સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત ચેકીંગ કરવામાં આવ્યું હતું. લોકો રોડ પર ધુળેટી ના રમે અને અકસ્માત ના સર્જાય તે માટે જિલ્લા ભરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.