મોરબી જિલ્લામાં ટ્રક અકસ્માતના બનાવો છાશવારે સામે આવતા હોવાથી મોરબી જિલ્લા પોલીસ દ્રારા નવતર પ્રયોગ હાથ ધરી રાત્રીના સમયે થતાં અકસ્માતો અટકાવવા વાહનોમાં રિફલેક્ટર લગાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોરબી જિલ્લામા વધતા જતા માર્ગ અકસ્માતને પગલે અકસ્માત અટકાવવા માટે જિલ્લામા ગત તા .૦૮ / ૦૧ / ૨૨ થી તા .૧૫ / ૦૧ / ૨૨ સુધી ટ્રક, ટ્રેકટર, ટ્રોલી સહિતના માલવાહનોમાં પાછળ રેડીયમ પટ્ટી , રેડીયમ રાઉન્ડ , રેડીયમ રીફ્લેક્ટર્સ વગેરે તથા બ્રેક લાઇટાટેઇલ લાઇટ, નંબર પ્લેટ ન લગાવેલ હોય તેવા વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવી હતી.
આ આઠ દિવસ દરમ્યાન મોરબી જીલ્લામાં અલગ – અલગ પોઇન્ટ પર વાહન ચેકીંગ અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ ૫૧૦ વાહનને રીફલેકટર લગાડવાની કામગીરી કરવામાં કરાઈ હતી ઉપરાંત બ્રેક લાઇટ ન લગાવેલ વાહનો ચાલકો વિરૂધ્ધ ૮૧ કેશો તથા નંબર પ્લેટ ન લગાળેલ હોય તેવા ૧૧૯ વાહનના ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.