Saturday, April 27, 2024
HomeGujaratમોરબીમાં કાળો કહેર વર્તાવતો કોરોના : આજે એકસામટા 182 કેસ નોંધાતા હાહાકાર

મોરબીમાં કાળો કહેર વર્તાવતો કોરોના : આજે એકસામટા 182 કેસ નોંધાતા હાહાકાર

મોરબીમાં કોરોના પોઝીટીવ કેસનો રાફડો ફાટ્યો હોય તેમ આજે એકસામટા 182 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. ઉપરાંત 51 દર્દીઓ સ્વસ્થ થયા હોવાનું જાહેર થયું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં કોરોનાએ અજગરી ભરડો લીધો હોય તેમ પીઝિટિવ કેસો નિતનવા રેકોર્ડ તોડી રહ્યા છે ત્યારે કોરોનાના ત્રીજા તબક્કાના ભણકારા વચ્ચે આજે મોરબી શહેરી વિસ્તાર માં 71 કેસ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં 63 કેસ નોંધાયા છે. ઉપરાંત વાંકાનેર શહેરી વિસ્તારમા 05 કેસ વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં 05 કેસ તેમજ હળવદ ગ્રામ્ય વિસ્તારમાં 03 કેસ હળવદ શહેરી વિસ્તારમાં 03 કેસ,ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં 24 કેસ અને માળીયા ગ્રામ્ય વિસ્તારમાં 10 કેસ નોંધાયા છે આમ જિલ્લાભરમાં કુલ 182 વ્યક્તિ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનું સતાવાર રીતે જાહેર થવા પામ્યું છે.

બીજી તરફ મોરબી જિલ્લામાં કુલ 51 જેટલા દર્દીઓ સજા નરવા થતા તેઓને રજા આપવામાં આવી હોવાનું પણ જાહેર થયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!