Sunday, May 10, 2026
HomeGujaratમોરબીમાં ઘોમધખતા તાપથી બચવા વોર્ડ નંબર ૯ ના નવનિયુક્ત કોર્પોરેટરએ નાના વેપારીઓને...

મોરબીમાં ઘોમધખતા તાપથી બચવા વોર્ડ નંબર ૯ ના નવનિયુક્ત કોર્પોરેટરએ નાના વેપારીઓને છત્રીનું વિતરણ કર્યું

મોરબી શહેરમાં વધતી ગરમી વચ્ચે વોર્ડ નં. 9ના કોર્પોરેટર ભગવતીબેન કુંડારીયાએ અનોખી સેવા પ્રવૃત્તિ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

ઘોમધખતા તાપમાં રસ્તા પર શાકભાજી અને ફળ વેચતા નાના વેપારીઓને ભારતીય જનતા પાર્ટીની છત્રીઓનું વિતરણ કરી તેમને ગરમીમાંથી રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

મળતી માહિતી મુજબ, મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં.9ના વિવિધ વિસ્તારોમાં આખો દિવસ તડકામાં ઉભા રહી રોજગાર ચલાવતા લારીધારક અને નાના વેપારીઓને ધંધાના સ્થળે જ જઈ છત્રીઓ આપવામાં આવી હતી.

હાલ શહેરમાં 43 ડિગ્રી સુધી પહોંચેલી ગરમી વચ્ચે આ સેવા પ્રવૃત્તિને વેપારીઓએ આવકારી હતી.

આ પ્રસંગે કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયાએ જણાવ્યું હતું કે, “આપણા નાના વેપારી ભાઈ-બહેનો ભારે ગરમીમાં દિવસભર મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

તેમની મહેનતને સલામ છે. આ નાની સેવા દ્વારા તેમને થોડી રાહત મળે અને છાંયો મળી રહે તે જ અમારો ઉદ્દેશ છે.” છત્રી મેળવનાર વેપારીઓએ પણ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આજે પહેલીવાર એવું લાગ્યું કે કોઈ અમારી પણ ચિંતા કરે છે.

હવે છાંયામાં બેસીને ધંધો કરી શકીશું તો થાક અને ગરમીથી થોડી રાહત મળશે.” વોર્ડ નં. 9માં યોજાયેલી આ ‘છત્રી સેવા’ને સ્થાનિક લોકો અને વેપારીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!