Saturday, December 21, 2024
HomeGujaratશુરવીર ની ભુમી એવા હળવદ નો આજે ૫૩૪ મો સ્થાપના દિવસ

શુરવીર ની ભુમી એવા હળવદ નો આજે ૫૩૪ મો સ્થાપના દિવસ

ઇ.સ ૧૪૮૮ સ્વતંત્ર ૧૫૪૪ના મહાવદ તેરસ(મહાશિવરાત્રી) ને સોમવારના દિવસે હળવદ ગામ નો પાયો રાજા રાજોધરજીએ નાખ્યો હતો,હળવદ અનેક યુદ્ધો ખેલાયા હતા, જોધપુરના રાજપુત, મુસ્લિમ સુબેદાર, વાંકાનેરના રાજવી રાજ કરી ગયા

- Advertisement -
- Advertisement -

આજે મહાશિવરાત્રિના પાવન પર્વ હળવદના ૫૩૪ સ્થાપના દિન નિમિત્તે હળ પૂજન,ગૌ પૂજન,અશ્વ પૂજન, શિવ અને શક્તિની પૂજા વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત મહારાજકુમાર દેવરાજ સિંહજી વિરેન્દ્રસિંહ ઝાલા ઓફ ધાંગધ્રા ખાસ અમર મહેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

ઝાલાવાડની બંજાર ભૂમિ ઉપર આવેલું હળવદ કંઇક અનોખો ઇતિહાસ ધરાવે છે એક સમયનું સમરાંગણ અને રતુંબડી માંટીમાં બ્રાહ્મણોનો શોયૅ નો ઇતિહાસ ધરાવતા હળવદ નો પાયો રાજા રાજોધરજીએ ઈ.સ.૧૪૮૮ સવંત ૧૫૪૪ ના મહાવદ તેરસ શિવરાત્રી સોમવારના દિવસે હળવદ ગામ નો પાયો નાખ્યો હતો.હળવદના વસવાટને ૫૩૪ વર્ષ પુરા થયા છે ઝાલાવાડના ઝાલાઓ ની એક સમયની રાજધાની ગણાતા હળવદમાં ચારેબાજુએ અનેક શિવાલયો અને સુરાપુરા ની ખાભીઓ પાળીયાળો,અને છત્રીયો ના કારણે હળવદ અને છોટા કાશી તરીકે નામના મેળવી છે.હળવદ ના વિવિધ રાજવીઓ હળવદ શહેર ના પાયો રાજા રાજોધરજીએ નાખ્યા બાદ હળવદ ના વિવિધ રાજકીય પણ બુદ્ધિશાળી કુશળ અને બાહોશ હતાં તેમાં રાજોધરજી, રાણોજી, માનસિંહજી રાયસિંહજી, ચંદ્રસિંહજી,અમરસિંહજી, ગજસિહજી,જશવંતસિંહજી, પ્રતાપસિંહજી, રૂપસિંહજી, મેઘરાજજી, મયુરધ્વજસિંહ જેવા પરાક્રમી રાજાઓ થઈ ગયા.

હળવદ ઝાલા રાજાઓની એક સમયે રાજધાનીનું શહેર હતું શૈયૅ ભૂમિ હળવદ નો ઈતિહાસ પુરાતની છે, હળવદ નામ સાથે વિવિધ દંતકથાઓ છે જેમાં જોયો તો ભગવાન શ્રીકૃષ્ણના વડીલબંધુ હળધરજીના લધુબંધુ રણછોડરાયજી નું મંદિર ગામની મધ્યની હાલમાં મોજુદ છે આ ગામનો વસવાટ હળ જેવો હોય તેનું નામ હળવદ પડીયુ હોઈ તેવુ પણ‌ અનુમાન કરવામાં આવે છે ઝાલાવાડમાં સૌથી વધારે યુદ્ધો હળવદ ખાતે થયાનું અનુમાન છે ચાર હજાર ચોરસ ફૂટ જમીન પર ચોતરફ પથરાયેલા સતી સુરાની દેરીઓ અને તેની ગવાહી પુરે છે કે 19મી સદીના ઉત્તરાર્ધમાં થયેલ એ ગણતરી મુજબ હળવદમાં ૩૮૦ થી વધુ જેટલા પાળિયાઓ તેમજ ૧૦૦થી વધુ સતી સુરાની દેરીઓ રાજીપેર વિસ્તારમાં મોજુદ છે, ઉપરાંત શહેરની વિવિધ શાળાઓ ના મેદાનો શેરીઓ ગલીઓ તેમજ સીમાડાની બહાર નજર દોડાવો ત્યાં સુરવીરો ની મર્દાનગી ગવાહી આપતાં પાળીયા આજેય નજરે પડે છે

હળવદ ની તવારિખનુ ટુંકુ સ્વરૂપ ઇસ ૧૪૮૮ સવંત ૧૫૪૪ ના મહા વદ તેરસને સોમવાર શિવરાત્રીના દિવસે હળવદ ગામ નો પાયો નાખ્યો આ પાયો નાખનાર રાજા રાજા રાજોધરજી નાખ્યો હતો, હળવદ શહેર ની જગ્યાએ જંગલ હતું રાજા રાજોધરજી શિકારે નીકળે ત્યારે એક સસલું રાજાના ઘોડા સામે થયો તેથી રાજા ને ઘણુ આશ્વયૅ થયું. આ જગ્યા દેવાયત શુરવીર હોય તેવું લાગે છે માટે અહીં નગર વસાવયુ અને મહેલ બંધાવ્યો રાજા રાજોધરજી નિશાની કરી રાખેલ તે જગ્યા ભુલાઈ ગઈ અને મહેલ બીજી જગ્યાએ બંધાયો પણ જ્યાં નિશાની કરેલ તે જગ્યા જન ક્ષત્રીય મોચીના ધર આવ્યા છે.આ વીરભૂમિ ના પ્રતાપે મોચી લોકો ઘણા શૂરવીર થયા અને તેમની ઘણી સ્ત્રીઓ સતી થઈ. હળવદમાં સૌ પ્રથમ કુવારીકા સતીમાં માંચીબાઈ હતા. જે જનક્ષત્રીય સતીસુરા ના નામે ઓળખાય છે.

રાજા રાજોધરજી એ હળવદ ના પાદરે સામંતસર તળાવ બંધાવ્યું તે સમયે હળવદના મોટા ભાગના બ્રાહ્મણો અને જનક્ષત્રિય વસ્તી વધારે હતી હળવદ ના વિવિધ શિવાલયોમાં આવેલા છે અને ઈસ ૧૭૦૯ મા રાજા જશવંત સિંહ જી એ સામત સરોવર કિનારે દાંડીયા મહેલ બંધાવ્યો આ સરોવરના કિનારે સોનગઢના સિહોર કારીગર સલાટ કમોજી, સલાટ ધરમજી, રણછોડ દેવજી શિહોરા એ કરેલું હતું કેટલાક વિદ્વાન બ્રાહ્મણોને હળવદ અને તેની આસપાસના ગામો ગૌદાન તરીકે આપ્યા હતા ઘણા વર્ષો પહેલા હળવદ નગર મહંમદનગર તરીકે જાણીતું હતું અને સૌકોઓ પૂર્વ સંસ્કૃત પ્રેમી વૈષ્ણવો આ ભૂમિને લાગનપુર તરીકે ઓળખતા હતા. ગામ ફરતે એક કિલ્લો હતો જેની પહોળાઈ ૨૦ ફૂટ હતી અને જે ની ત્રિજ્યા પાંચ કિલોમીટર હતી આ ગઢને છ દરવાજા હતા જે આજે પણ મોજૂદ છે. ધાંગધ્રા દરવાજો, દંતેશ્વર દરવાજો, કુંભાર દરવાજો, તળાવ નો દરવાજો, તળાવનો દરવાજો યાને કે શક્તિની બારી,ગોરી ઘનશ્યામપુર દરવાજો.હળવદ શાન ગણાતાં દરવાજાઓ આજે પણ અડીખમ ઉભા છે, જે હળવદ ભવ્ય ભૂતકાળના યાદ તાજી કરાવે છે.

હળવદ એટલે ભૂદેવ ની નગરી આ નગરીમાં બ્રહ્મભોજન નો ઇતિહાસ છે બ્રાહ્મણોની જમી જાણે છે અને જમાડી પણ જાણે છે સામાજિક અને ધાર્મિક પ્રસંગે આજે પણ સમૂહભોજન બ્રહ્મચોર્યાસી પ્રસંગો ઉત્સાહથી ઉજવાય છે હળવદ એટલે પાળિયાનું નગર આ નગરમાં વીરાંગનાઓ અને વીરોની ગાથા ના સ્મારકો ખાંભીઓ પાળિયાઓ લગભગ ચાર હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલા છે ૧૯ મીના ઉત્તરાધૅની એક ગણતરી મુજબ 380 થી વધુ પાળીયાઓ આજે પણ મોજૂદ છે હળવદ ચાર અક્ષર નું બનેલું ગામ અને નાનકડું ગામ આ નાનકડું ગામ પોતાના ખોળામાં અનેક વિરાષતો ને લઈને બેઠું છે આ નાનકડા ગામના વડની શાખાઓ વિશ્વભરમાં પોતાની છાયા પાથરતી રહીને જગતને ગામના ખમીર અને ખંત ના દર્શન કરાવતી રહી છે.આતો પૌરાણિક હળવદ ની ગૌરવગાથા ની એક ઝલક માત્ર છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!