Sunday, January 26, 2025
HomeNewsBirthdayમોરબીના યુવા અને નીડર પત્રકાર અતુલ જોશીનો આજે જન્મદિવસ

મોરબીના યુવા અને નીડર પત્રકાર અતુલ જોશીનો આજે જન્મદિવસ

હંમેશા જરૂરીયાતમંદ લોકો ની સાથે ઉભા રહેતા અને લોકો ના નાના મોટા દરેક પ્રશ્નો ને વાચા આપવા માટે તત્પર રહેતા અને મોરબી ના તમામ પ્રશ્નો ને ઉચ્ચ સ્તરે પહોંચાડવાનું કાર્ય તેઓ નિર્ભય બની ને કરે છે. એવા ન્યુઝ 18 ગુજરાતી અને જયહિન્દ ન્યૂઝ પેપર ના પત્રકાર તેમજ મોરબી મિરર ન્યૂઝ વેબ પોર્ટલ ના મેન્ટોર અતુલભાઈ એમ જોષી નો આજે જન્મદિવસ છે .

- Advertisement -
- Advertisement -

અતુલભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે જે તેઓને મળે એ બીજી વખત મળવા માટે આતુર જ હોય તેઓનો મિલનસાર સ્વભાવ અને હંમેશા મિત્રો,સગા સંબધી ઓ અને બીજા કોઈ પણ વ્યક્તિ તેઓ પાસે કોઈ પણ કામ અર્થે જાય તો તેઓ ખાલી હાથે પાછા ન ફરે કેમ કે તેઓ દિવસ રાત જોયા વગર કોઈ પણ વ્યક્તિ ને સહયોગ આપવા માટે હંમેશા તત્પર હોય છે .આજે તેઓના જન્મદિવસ નિમિતે તેઓના મો.નં.99254 86999 પર મિત્રો ,સગા સંબધી ઓ અને,મોરબી વાસીઓ દરેક ગામ જગ્યાઓ થી તેમના ચાહક વર્ગ ના વ્યક્તિઓ દ્વારા શુભેચ્છા નો ધોધ વરસી રહ્યો છે.

અતુલ જોશીએ સંઘર્ષમય જીવન પસાર કરી અને રાગદ્વેષ થી પર રહી પોતાની પ્રગતિ પર ફોક્સ કર્યું હતું તેઓએ પત્રકારત્વની સાથે સાથે BSC LLB સુધીનો અભ્યાસ પણ કર્યો છે હાલ તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ લો (કાયદા ભવનમાં) માસ્ટર ઓફ લો એટલે કે LLM નો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં તેઓ કાયદા માં ડૉક્ટરેટની ડીગ્રી મેળવવા આગેકૂચ કરી છે વર્ષ 2017 માં અતુલ જોશીએ જીપીએસસીની પરીક્ષા આપી હતી ચાર માર્ક્સ થી જ તેઓ વંચિત રહી ગયા હતા ત્યારે આવી અનેક વાતો સાથે અતુલ જોશી હાલ મોરબી સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે ત્યારે તેઓને તેના મિત્રો દ્વારા પણ શુભેચ્છાઓ નો ધોધ વરસાવવા માં આવી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!