Thursday, January 23, 2025
HomeNewsBirthdayમોરબી સીટી બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોંઢિયાનો આજે જન્મદિવસ

મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોંઢિયાનો આજે જન્મદિવસ

મોરબી શહેરના બી ડિવિઝન પોલીસમથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવતાં ઈમ્તિયાઝ કોંઢિયા નો આજે જન્મદિવસ છે. પીઆઈ આઈ એમ કોંઢિયા વિસ વર્ષ પહેલાં પોલીસવિભાગમાં પીએસઆઈ તરીકે જોડાયા હતા તેઓની કામ કરવાની ઉત્કૃષ્ઠ કાર્યશૈલી અને ધગશને લીધે પીએસઆઈ કોંઢિયાને સીન્યોરિટી મુજબ પીઆઈનું પ્રમોશન મળ્યું હતું બોડી ફિટનેસ માટે જાણીતા પીઆઈ ઈમ્તિયાઝ કોંઢિયા સરળ અને હસમુખા સ્વભાવના છે મોરબી જીલ્લામાં પીઆઈ તરીકે તેઓએ સીપીઆઈ બી ડિવિઝન એ ડિવિઝન સહિતના મહત્વના હોદાઓ પર કામ કરી કબીલેદાદ કામગીરી કરી છે.આ સાથે જ અનેક કપરા કેસના મૂળ સુધી પહોંચી પોલીસની ફરજ નિષ્ઠાને જાળવી રાખી છે નાના માણસ ને હેરાનગતિ ન થાય અને નિર્દોષ ને સજા ન થાય તે તેઓનો પહેલો હમેશા ધ્યેય રહે છે મોરબીમાં પીઆઈ તરીકે આવ્યા બાદ તેઓએ પીપળી રોડ પર થયેલા બનાવટી ફાયરિંગ હુમલાના કેસ સોલ્વ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો આ સાથે સીપીઆઈ ના ચાર્જ દરમિયાન પણ પીઆઈ કોંઢિયાએ કોઈ વર્ગ વિગ્રહ કે રાગ દ્વેષ રાખ્યા વિના અનેક યુવતીઓને લુખ્ખાઓના ચૂંગાળમાંથી બચાવી પરિવાર જનોને સોંપી છે અને એ આંકડો કદાચ જોવા જઈએ તો મોરબી ગુજરાત માં પેહલા નમ્બરમાં આવી શકે તેમ છે હાલ મોરબીમાં ફરજ બજાવતા આવા કર્તવ્ય નિષ્ઠ પીઆઈ આઈ આઈ એમ કોંઢિયાના આજે જન્મદિવસ પર ઠેર ઠેર થી શુભેચ્છાઓ નો ધોધ વર્સી રહ્યોં છે ત્યારે મોરબી મિરર ટિમ પણ પીઆઈ કોંઢિયા સાહેબને તેઓના ઉત્કૃષ્ઠ જીવનમાં પ્રગતિના શિખરો સર કરી હર હમેશા આજ રીતે કામ કરી આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!