મોરબી સિરામિક એસોશિએશન ના પૂર્વપ્રમુખ અને કેપેકસીકલ ના સિનિયર વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ટ્રેડ (કોમર્સ મિનિસ્ટ્રી, ભારત સરકાર)ના મેમ્બર તેમજ યુવા ઉદ્યોગપતિ નીલેશભાઈ જેતપરિયાનો આજે જન્મદિવસ છે કરીયાણા-પાનની દુકાન, ઇલેક્ટ્રીક વાયરીંગ, આઇસ કેન્ડી, એસટીડી પીસીઓ જેવા અનેક નાના વ્યવસાયમાં અથાગ પ્રયત્નો કરીને સ્વબળે તેઓ આગળ વધ્યા છે એક્સપોર્ટ કરવાનો વિચાર કરીને કોમ્પ્યુટર ક્લાસ જોઈન કર્યા હતા અને સિરામિક ઉદ્યોગમાં તેઓ જોડાયા હતા અને હરણફાળ પ્રગતિ કરી હતી સાથે સાથે તેમના સીરામીક એસોસિયેશન ના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન વડપણ હેઠળ સીરામીક ઉદ્યોગે પણ નવી ઊંચાઈઓ સર કરી હતી.
સિરામિક ઉદ્યોગમાં જોડાયેલા નીલેશભાઈ જેતપરિયા હાલ કેપેકસીકલ ના સિનિયર વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ટ્રેડ (કોમર્સ મિનિસ્ટ્રી, ભારત સરકાર)ના મેમ્બર તરીકેની જવાબદારીનું વહન કરી રહ્યા છે તે ઉપરાંત તેઓ કેરા વિટ્રીફાઈડના ડીરેક્ટર, સોનેક્ષ ઇન્ડસ્ટ્રીઝ અને સોનેક્ષ ઝીર્કોનના પાર્ટનર, સોનેક્ષ વિટ્રીફાઈડના ડીરેક્ટર તરીકે કાર્યરત છે એટલું જ નહિ તેઓ ઇન્ટરનેશનલ સ્ટાનડર્દ ઓર્ગેનાઈઝેશનના એડવાઈઝર, ઉપરાંત અનેક રાજ્ય અને દેશ લેવલની કમીટી અને સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
આજે તેમના જન્મદિવસ પ્રસંગે સિરામિક ઉદ્યોગપતિઓ, સિરામિક એસો. પરિવારના અગ્રણીઓ, સભ્યો, તેમનો પરિવાર, દેશ વિદેશના મિત્રો અને મોરબી મિરર ટીમ પણ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.