Wednesday, January 1, 2025
HomeGujaratઆજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ: મોરબીમાં સરદાર પટેલની પ્રતિમાં પાસે...

આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ: મોરબીમાં સરદાર પટેલની પ્રતિમાં પાસે જ કચરાના ખડકલા

આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે ત્યારે મોરબી નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર વલ્લભભાઈની પ્રતિમાની આજુ-બાજુ કચરાના ઢગલા ખડકાયેલા છે. અને પ્રતિમા જગ્યાના ઓટલા પણ જર્જરીત મળે છે. ત્યારે મોરબીના સામાજીક આગેવાન મેહુલભાઈ ગાંભવાએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તથા જગ્યાનું રીનોવેશન કરવાની માંગ સાથે ચીફ ઓફિસરને રજુઆત કરી છે.

- Advertisement -
- Advertisement -

મેહુલભાઈએ રજુઆતમાં જણાવ્યું કે, દેશની સ્વતંત્રતાની લડાઈમાં મહત્વનો ફાળો આપનાર અને અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કરનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે પૂણ્યતિથી છે. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત રજવાડા અને બ્રિટિશ રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું હતું.

ત્યારે મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસેની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નજીક ગ્રાઉન્ડનું તથા ગ્રાઉન્ડની આજુબાજુ બનાવવામાં આવેલ બેસવાના ઓટલા અતિ બિસ્માર હાલત માં છે. આથી તેનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તથા આ જગ્યાને આધુનિક મોર્ડન જગ્યામાં ફેરવી એક પ્રેણાદાયી કાર્ય કરવામાં આવે તેવી અંતમાં માંગ ઉઠાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!